રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા યુવા કથામાં હજારો ભક્તો ઊમટ્યાં
200 ભક્તોએ રક્તદાન કર્યું, જેનાં માનમાં સદભાવના ટ્રસ્ટ એક એક વૃક્ષનું વાવેતર કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રેસકોર્સ ખાતે ચાલી રહેલ હનુમાન ચાલીસા યુવા કથાના બીજા દિવસ એટલે કે, રવિવારના દિવસે ભક્તોનું મહેરામણ ઉમટયું હતું. બીજા દિવસની કથા શરૂ કરતા પહેલા સ્વામી હરિપ્રકાશદાસજીએ વિજયભાઈનું નામ લઈને કહ્યું હતું કે, સમગ્ર ભારતને છાયો આપવાનું કામ રાજકોટ કરે છે. કથાના ઉલ્લેખનીય છે કે, કથાના પ્રારંભ દિવસે રેસકોર્સ ગ્રાઉન્ડ ભગવા રંગે રંગાયું ગયું હતું. પહેલા દિવસે શહેરના સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂજ્ય સ્વામી પરમાત્માનંજી, રાધા રમણ સ્વામી, વિવેક સ્વામી તેમજ રાજકોટના નામકિત ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. યુવા કથાના પ્રથમ દિવસે શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો કથા સાંભળવા આવ્યા હતા અને 200 જેટલી બોટલ બ્લડ ડોનેશન કરાયું હતું. સ્વામી હરિપ્રકાશદાસજીએ સદ્ભાવના ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. 32000 જેટલી પ્રસાદ કીટનું વિતરણ થયું હતું. સ્વામીજીએ જણાવ્યું હતું કે હનુમાનજીએ ભારત અને શ્રીલંકાને જોડવાનું કામ કર્યું, જે જોડે એ હનુમાન છે.
કથા દરમિયાન સ્વામીજીએ જણાવ્યું હતું કે ના ખાવાનું ખાવા માંગ્યું ઈ મહેમાન મહા ભરાડી છે..ખાંડણિયે જે ખંડાણો એનો બાપ કાઠીયાવાડી છે. કાઠિયાવાડ એ એવી ભૂમિ છે જ્યાં ભગવાન આવે પણ જતા નથી. કૃષ્ણ ભગવાન મથુરામાં જનમ્યા ગોકુળમાં રમ્યા પણ ત્યાં 25 વર્ષ માંડ રહ્યા પછી કાઠિયાવાડમાં આવીને 100 વર્ષ રહ્યા. કાઠિયાવાડની ભૂમિ જે એવી છે કે ભગવાનને પણ રોકાઈ જાવું પડે.
સાળંગપુરધામમાં ગુજરાતનું સૌથી મોટું અન્નક્ષેત્ર કાર્યરત
- Advertisement -
વ્યાસપીઠ ઉપરથી હરિપ્રકાસદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, સાળંગપુરધામમાં ગુજરાતનું સૌથી મોટું અન્નક્ષેત્ર ચાલે છે. જ્યાં દરરોજના પાંચથી સાત હજાર લોકોને પ્રસાદ આપવામાં આવે છે. તેમજ તહેવારોના દિવસોમાં આ આંકડો 20 હજારને પાર થઈ જાય છે. આ વર્ષે દિવાળી ઉપર 1 લાખ જેટલા હરિભક્તો પ્રસાદ લીધી છે.
સ્વામી હરિપ્રકાશદાસજીની અમૃતવાણી
નેગેટિવ વિચાર આવે એટલે હનુમાનજી મહારાજને ને યાદ કરજો : સ્વામી હરિપ્રકાશદાસજી
હનુમાનજીએ ભારત અને શ્રીલંકાને જોડવાનું કામ કર્યું, જે જોડે એ હનુમાન છે
કાઠિયાવાડ એ એવી ભૂમિ છે જ્યાં ભગવાન આવે પણ જતા નથી
તમે શિવ ભક્ત હો કે કૃષ્ણ ભક્ત હો, તમારે કૈલાશ જવુ હોય કે વૈકુંઠ જવુ હોય હનુમાનજી રાજમાર્ગ છે, પવનપુત્ર તમને તમારા ઈષ્ટ સુધી લઈ જશે



