વોર્ડ નં.૨માં આવેલ બજરંગવાડી વિસ્તારમાં બજરંગવાડી સર્કલનો સિટી બસનો રૂટ મંજુર કરાવી સિટી બસ લંબાવવાની સફળ રજૂઆત કરતા વોર્ડ નં.૨ના કોર્પોરેટરો…
વોર્ડ નં.૨ના જાગૃત કોર્પોરેટરઓ દ્વારા જુદા જુદા વિકાસના લોકોપયોગી કામો મંજુર કરવામાં આવે છે તેવાજ એક ભાગ રૂપે બજરંગવાડી વિસ્તારવાસીઓ દ્વારા બજરંગવાડી સર્કલ સુધી સિટી બસ સેવા લંબાવવાની રજુઆત કરવામાં આવેલ. જે અન્વયે વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા ડે.મેયર દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા દ્વારા બજરંગવાડી વિસ્તારના લોકોની માંગણી ધ્યાને સિટી બસ સેવાનો રૂટ નં.૩૬ જે ભક્તિનગર સર્કલથી શરૂ થઇ અને ન્યારાગામ ચોકડીએ પૂર્ણ થાય છે. આ રૂટમાં બજરંગવાડી સર્કલ સુધી લંબાવાની રજુઆત કરેલ તેમજ આ રજૂઆત અન્વયે સિટી બસનો ઉક્ત રૂટ બજરંગવાડી સર્કલ સુધી લંબાવવાની મંજુરી આપવામાં આવેલ છે.

- Advertisement -
જે સિટી બસ બજરંગવાડી સર્કલથી ન્યારા ચોકડી બાજુની જતી બસ આ સ્થળે સવારે ૦૭:૧૯, ૦૮:૪૯, ૦૯:૪૯, ૧૦:૫૪, ૧૧:૩૯ તથા બપોરે ૧૨:૪૪, ૦૧:૩૪, ૦૪:૨૯ તેમજ સાંજે ૦૫:૨૪, ૦૬:૧૯, તથા ૦૭:૨૯ તેમજ બજરંગવાડી સર્કલથી ભક્તિનગર બાજુ જતી સિટી બસ અહીંથી સવારે ૦૭:૨૦, ૦૮:૧૫, ૦૯:૫૦, ૧૦:૩૨, ૧૧:૧૫ બપોરે ૧૨:૧૭, ૦૨:૨૫, ૦૪:૩૨, સાંજે ૦૫:૨૦, ૦૬:૧૨, ૦૭:૧૫, અને ૦૮:૦૨ તે સમયે મળશે. આ રૂટ લંબાતા આ તરફના વિસ્તારવાસીઓને વધુ સારી સિટી બસની સુવિધા મળી રહેશે. વિસ્તારવાસીઓ દ્વારા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટરઓને અભિનંદન પાઠવેલ છે.




