પોલીસના લુખ્ખાઓ પર ચાર હાથ : સામાન્ય કલમ લગાવી છોડી મૂકે છે!
125 વર્ષથી યોજાતી ગરબી નશાખોર શખ્સે બંધ કરાવી : પોલીસે સામાન્ય કલમ લગાવી છોડી મૂક્યો
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના મધ્યે આવેલા દાણાપીઠ પાસે સટ્ટા બજારમાં 125 વર્ષથી નવરાત્રીમાં પુરૂષો દ્વારા માતાજી આરાધના કરવામાં આવે છે. આ વર્ષે પુરૂષો દ્વારા નવરાત્રીમાં રાસ રમવામાં આવી રહ્યો હતો ત્યારે દાણાપીઠ પાસે ભીડભંજન ખાતે રહેતો હુશેન ચૌહાણ નામનો શખ્સ દારૂ પીને આવી એક પ્રૌઢને ધક્કો મારી પછાડી દીધા હતા. ગરબીના આયોજકો એકઠા થતા તેઓને બિભત્સ શબ્દો કરી ગરબી બંધ કરવાની ધમકી આપી અને ટાટીયા ભાંગી નાખીશ તેવું કહ્યું હતું. સમગ્ર મામલે ઉડીને આંખે વળગે એવી બાબત એ છે કે, જાણે હુસેન જેવા લુખ્ખાઓ પર પોલીસના ચાર હાથ હોઈ હુસેનને સામાન્ય કલમ લગાવી છોડી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, હુસેન ચૌહાણ નામનો આ આરોપી અગાઉ પણ અવારનવાર ગરબીમાં આવી અડચણો કરી હતી અને તે વખતે પણ દારૂની બોટલો ગરબીમાં ફોડી હતી. જે અંગેની અગાઉ ફરિયાદ કરેલી છે. આ લોકો ખુબ જ જનુની અને માથાભારે માણસ હોય અને કોમી હિંસા ભડકાવવાના ઈરાદાથી અને હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી હુલ્લડ થાય એવા ઈરાદા હતો છતાં પણ પોલીસને હુસેન પ્રત્યે વિશેષ પ્રેમ હોય તેની પર ધાર્મિક ભાવના ભડકાવવાની કલમ લગાવવામાં આવી નહતી.
- Advertisement -
આયોજકોએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને લેખીત રજૂઆત કરી હુશેન ચૌહાણ નામના શખ્સ સામે કડક હાથે કામગીરી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પત્ર પાઠવ્યું હતું અને નવરાત્રી દરમિયાન પોલીસ રક્ષણની માંગ કરી છે છતાં પણ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.
હુસૈનને સબક શીખવવા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના મેદાને
ભીડભંજન ખાતે યોજાતી ગરબીમાં હુસેનના આંતક સામે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ બાંયો ચઢાવી છે. હુસેન નામના લુખ્ખાએ દારૂ પી ગરબી બંધ કરાવવા મામલે અને શાંતિ ડોહરાવવાનો જે પ્રયાસ કર્યો છે તે અંગે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ આકરું વલણ અપનાવ્યું છે તેમજ હુસેન જેવા લુખ્ખાઓ જેલના સળિયા ગણતા થાય તે માટે પ્રસાશનનું પણ ધ્યાન દોર્યું છે.



