270 બસના ભાડામાં રૂ.8થી 12નો વધારો
ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલ ચોકડીએ એલીવેટર ફલાય ઓવર બનવાનો હોય આ ચોકડી બંધ કરી દેવાય છે.જેને પગલે ગોંડલ, જૂનાગઢ, પોરબંદર આવતી એસટી બસનું અંતર 9.60 કિલોમીટર વધી જશે. જેને કારણે જઝ વિભાગ દ્વારા કુલ 270 બસોના ભાડામાં રૂા.8થી 12 નો વધારો કરાયો છે. જ્યારે રાજકોટથી જતી વખતે કોઇ અંતર નહિ વધતા હવે અહીંથી જવામાં કોઈ ભાડું વધશે નહિ.
હાલ ગોંડલ, જેતપુર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, જેતપુર સહિતના રૂટ પરથી રાજકોટ આવતી કુલ 270 બસોના ભાડામાં વધારો કરાયો છે. આવનારી આ આ તમામ બસો ગોંડલ-શાપર વેરાવળ, પારડી, કોરાટ ચોક, કાંગશીયાળી ચોકડી, ટીલાળા ચોક, વેગળ ચોક, સાવન સર્કલ, બાપા સીતારામ સર્કલ, મવડી ચોકડી, ગોંડલ ચોકડી બાયપાસ, એસટી વર્કશોપ, પીડીએમ, નાગરીક બેંક અને રાજકોટ બસપોર્ટનો સમાવેશ થાય છે. કુલ 9.60 કિ.મી.નો વધારો થયો છે તથા 1.5 સ્ટેજનો પણ વધારો થયાનું ઉમેરાયુ છે.
- Advertisement -



