હાડકાં-કરોડરજ્જુ, કેન્સર જાગૃતિથી લઈ હૃદય અને દાંતના રોગોની નિષ્ણાતો દ્વારા તપાસ; 23 નવેમ્બરે આહીર ચોક પાસે આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં છેલ્લા 24 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતી શ્રીઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરની જાહેર જનતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે એક ભવ્ય મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. 23-11-2025, રવિવારના રોજ સવારે 9:00 થી 12:30 કલાક દરમિયાન આહીર ચોક, 80 ફૂટ રોડ પર આવેલ ઉમા ડાયગ્નોટિક સેન્ટર ખાતે યોજાશે.
- Advertisement -
આ નિદાન કેમ્પમાં રાજકોટની અગ્રણી હોસ્પિટલોના સહયોગથી વિવિધ રોગોની નિ:શુલ્ક ચકાસણી કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે સેલ્બી હોસ્પિટલના નિષ્ણાત ડોકટરો દ્વારા હાડકાં, કરોડરજ્જુ અને મણકાની તપાસ, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ દ્વારા હિમોગ્લોબિન અને બી.પી./સુગરની તપાસ તેમજ કુંડારિયા કેન્સર ફાઉન્ડેશન દ્વારા મોઢાના કેન્સરની વેલસ્કોપ મશીન દ્વારા ચકાસણી કરવામાં આવશે.
આ ઉપરાંત, સી.ટી. ડેન્ટલ હોસ્પિટલ દ્વારા દાંતના રોગોની ફ્રી ચકાસણી અને નિ:સંતાન દંપતીઓ માટે આયુર્વેદિક ઉપચારની માહિતી પણ આપવામાં આવશે. સેલ્બી હોસ્પિટલ દ્વારા જરૂર પડ્યે ઇસીજી-એક્સ-રે ફ્રી કરી આપવામાં આવશે. ન્યૂજેન લેબોરેટરી દ્વારા નજીવા દરે બ્લડ-યુરિન ટેસ્ટ કરાશે, જેના માટે ભૂખ્યા પેટે આવવાનું રહેશે. જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા માટે મો. 74860 29809 પર રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.



