વાવડી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં મેટલીંગના કામ, ટોટલ સ્ટેશન મશીનથી ખુલ્લા વિસ્તારોમાં માપણી, બાંધકામ સાથેના વિસ્તારની માપણી, ટી.પી.રોડ/ડી.પી. રોડની માપણી સહિતની દરખાસ્તો
શહેરના રસ્તા, ડ્રેનેજ, પાણી અને લાઈટિંગ સહિત 52 મુદ્દાઓ પર નિર્ણય લેવાશે: માધાપર વિસ્તારમાં નવા જી.એસ.આર. અને ઇ.એસ.આર. પમ્પીંગ સ્ટેશન બનશે
- Advertisement -
શહેરના સ્વચ્છતા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને, મેલેરિયા વિભાગ માટે વાહન માઉન્ટેડ ફોગીંગ મશીનો તેમજ સોલિડ વેસ્ટ શાખા માટે સક્શન મશીનો ખરીદાશે
રામદેવપીર સવરા મંડપ કાર્યક્રમ માટે રેસકોર્ષ ગ્રાઉન્ડ વિનામૂલ્યે ફાળવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે બપોરે 12 કલાકે યોજાશે. જેમાં કુલ 52 દરખાસ્તો મુકવામાં આવી છે જેના પર કમિટી વિચારણા કરી મંજૂર અથવા નામંજૂર કરશે. બેઠકમાં મુખ્ય રૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન, વોટર લાઈન, રોડ રિપેર કાર્યો તથા સ્ટ્રીટ લાઈટ સુધારા સંબંધિત કાર્યોને તેમજ મ્યુનિસિપલ સ્કૂલોમાં સુવિધાઓ વધારવા માટે નવા ટેન્ડરોની મંજુરી વધારવા અંગેની દરખાસ્તો કરવામાં આવી છે. વોર્ડ નં-12માં વાવડી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં મેટલીંગના કામો કરાશે. જ્યારે ટોટલ સ્ટેશન મશીનથી ખુલ્લા વિસ્તારોમાં માપણી, બાંધકામ સાથેના વિસ્તારની માપણી, ટી.પી.રોડ/ડી.પી. રોડની માપણી સહિતની દરખાસ્તો પર નિર્ણય લેવાશે. દિવાળી પર મનપા દ્વારા યોજાયેલા આતશબાજી કાર્યક્રમ અંગેના ખર્ચ અંગે નિર્ણય લેવાશે.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોન અને વોર્ડોમાં કચરો ઉપાડવા તથા સફાઈ માટેના દ્વિ-વાર્ષિક કોન્ટ્રાક્ટ મંજૂર કરવાની રજૂઆતો રાખવામાં આવી છે. મધ્ય ઝોનના વોર્ડ નં.03, 07, અને 17 સહિત પૂર્વ તથા પશ્ચિમ ઝોનના અનેક વોર્ડોમાં પાર્ટ ટાઈમ સફાઈ કામદારો મારફતે સફાઈ કાર્ય માટેના કોન્ટ્રાક્ટ અંગે તે ઉપરાંત, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સર્વિસીઝ ઇન્કોર્પોરેટેડ (ગઈંઈજઈં) ને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ તેમજ અન્ય પ્રોજેક્ટ માટે ક્ધસલ્ટન્ટ તરીકે નિમવા અંગે પણ નિર્ણય લેવાશે. બેઠકમાં પાણી પુરવઠા વિભાગના અનેક મહત્વના પ્રસ્તાવો પણ સામેલ છે. માધાપર વિસ્તારમાં નવા જી.એસ.આર. અને ઇ.એસ.આર. પમ્પીંગ સ્ટેશન તથા સંબંધિત ઈલેક્ટ્રિકલ-મેકેનિકલ કામ માટેનો દ્વિ-વર્ષીય ઘખ કોન્ટ્રાક્ટ, ન્યારી ડેમ પમ્પીંગ સ્ટેશન માટે ડીજી સેટ્સ સ્થાપના તથા આજી-1 ડેમ વાલ્વ ટાવર પાસે ફ્લોટીંગ બાર્જ યુનિટના કામો પણ ચર્ચા સૂચિમાં છે. વધુમાં, ગવરીદડ સુએજ ટ્રીટમેન્ટ પ્લાનના કોમ્પ્રિહેન્સિવ ઓપરેશન અને મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટ તેમજ રેલનગર પમ્પીંગ સ્ટેશનના બે વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સંબંધિત કામો પર પણ ચર્ચા થવાની છે.
સફાઈ કામદાર તથા ફાયર અને હિસાબી વિભાગના અનેક કર્મચારીઓ અને તેમના પરિવારજનોની સારવારના ખર્ચ પેટે ખાસ કિસ્સામાં તબીબી સહાય મંજુર કરવાની રજૂઆતો રાખવામાં આવી છે. આવા કુલ છથી વધુ પ્રસ્તાવો બેઠકમાં મંજૂરી માટે મુકાયા છે. આ ઉપરાંત, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ગાર્બેજ ક્ધટેઇનર, વ્હીલબરો અને વાહન ફેબ્રિકેશન રીપેરીંગ માટે નવો દ્વિ-વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ કરવાની યોજના પણ ચર્ચા માટે આવશે. શહેરના સ્વચ્છતા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને, મેલેરિયા વિભાગ માટે વાહન માઉન્ટેડ ફોગીંગ મશીનો તેમજ સોલિડ વેસ્ટ શાખા માટે સકશન મશીનો ખરીદવાના પ્રસ્તાવો પણ આ બેઠકમાં ચર્ચા હેઠળ છે. સહયોગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટને વાલ્મીકી સમાજ સાથે મળીને સમૂહ લગ્ન તથા રામદેવપીર સવરા મંડપ કાર્યક્રમ માટે રેસકોર્ષ ગ્રાઉન્ડ તથા રંગદર્શન થિયેટર વિનામૂલ્યે ફાળવવાનો પ્રસ્તાવ મુકાયો છે. વેસ્ટ ઝોન પેકેજ હેઠળ તૈયાર થયેલી શિવ ટાઉનશીપ આવાસ યોજનાના શોપિંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજી દ્વારા વેચાણ કરવાનો પ્રસ્તાવ પણ બેઠકમાં મંજૂરી માટે સહિતની 52 દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવશે.



