આગામી દિવસોમાં સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ થશે: દરેક ખેડૂત પાસેથી 125 મગફળી તથા 80 મણ સોયાબીન લેવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.10
- Advertisement -
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળી ની ખરીદીનો ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ની ઉપસ્થિતિ માં શુભારંભ થયો.તાલાલા પંથકના 45 ગામના 5385 ખેડુતોએ ટેકાના ભાવે મગફળી તથા 2519 ખેડૂતોએ સોયાબીન આપવા ઓનલાઈન નોંધ કરાવી છે.તાલાલા તાલુકાનાં માલજીંજવા ગીર ગામની એકતા શાકભાજી સહકારી મંડળી મારફત તમાંમ ખેડૂતો પાસેથી સરકારે ટેકાના ભાવે ખરીફ ફસલની ખરીદી શરૂૂ કરી છે તે પૈકી મગફળી નો શુભારંભ થયો છે.
યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળા તથા ખરીદ સંસ્થાના પ્રમુખ રાજાભાઈ વાઢેર ના જણાવ્યા પ્રમાણે એક મણ મગફળી રૂૂ.1452 તથા સોયાબીન રૂૂ.1062 લેખે દરેક ખેડૂત પાસેથી ખરીદી કરવામાં આવશે.એક ખેડૂત પાસેથી 125 મણ મગફળી તથા 80 મણ સોયાબીન ખરીદ કરવામાં આવશે.અત્યારે મગફળીની ખરીદી શરૂૂ થઈ છે.આગામી દિવસોમાં સોયાબીનની પણ ખરીદી શરૂૂ થશે.તાલાલા પંથકના 45 ગામના ખેડૂતોની ખરીફ ફસલ ના વેચાણમાં એક પણ ખેડૂતને અન્યાય થાય નહીં,ખરીદીમાં સંપૂર્ણ પારદર્શકતા જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખવામાં આવશે. તાલાલા પંથકમાં 6580 હેક્ટરમાં મગફળી તથા 5160 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થયું છે.તાલાલા માર્કેટિંગ યાર્ડ મા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રસંગે ગુજકોમાસોલ ના અધિકારી યોગેશભાઈ ડોડીયા,માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી રમેશભાઈ ડાંડ,ખરીદ સંસ્થાના મંત્રી હરદાસભાઇ સોલંકી તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ખરીફ ફસલમાં ખેડુતોને કોઈ મુશ્ર્કેલી પડે નહીં,વેચાણમાં ખેડૂતોને સંપૂર્ણ સંતોષ થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું ખરીદ સંસ્થાના પ્રમુખ રાજાભાઈ વાઢેરે જણાવ્યું હતું.
ખેડૂતોને કોઈ રજુઆત હોય તો યાર્ડનાં ચેરમેનનો સંપર્ક કરવો
- Advertisement -
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં મગફળી અને સોયાબીન ની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે.ખરીદી દરમ્યાન ખેડૂતોને કોઈ મુશ્ર્કેલી પડે નહીં,ખરીદીમાં સંપૂર્ણ પારદર્શકતા જળવાઈ તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.છતા પણ કોઈ ખેડૂતોને રજુઆત હોય તો યાર્ડ નાં ચેરમેન સંજયભાઈ શિંગાળા નો સંપર્ક કરવા યાર્ડ ની યાદીમાં જણાવ્યું છે.



