9 નવેમ્બર સુધી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
દેશના અગ્રણી ઔદ્યોગિક જૂથના રિલાયન્સ ફાઉન્ડેશન ચેરપર્સન નીતા અંબાણી તથા તેના પુત્ર રિલાયન્સ ન્યુ એનર્જીના ચેરમેન અનંત અંબાણી ભેસાણ પાસેના પટવાડ ખાતે આવી રહ્યા છે. તેઓ 3 દિવસ રિલાયન્સ ગેસ્ટ હાઉસ ગીર પાટવડમાં રોકાણ કરશે.
- Advertisement -
માતા, પુત્ર શુક્રવારે સવારે 11 વાગ્યે હેલિકોપ્ટર મારફત જૂનાગઢ જિલ્લાના પાટવડ હેલીપેડ ભેસાણ ખાતે ઉતરાણ કરશે. બાદમાં તેઓ સીધા જ રિલાયન્સ ગેસ્ટ હાઉસ ગીર પાટવડ ખાતે પહોંચશે. નીતા અંબાણી અને અનંત અંબાણી 9 નવેમ્બર સુધી રોકાણ કરનાર છે. બંને ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા હોય તેમની સલામતી માટે સુરક્ષા બંદોબસ્તની ગોઠવણ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. નીતા અંબાણી, અનંત અંબાણીનો જન્મદિવસના રોકાણ દરમિયાન શું કાર્યક્રમ છે તે અંગે ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ પોલીસે સુરક્ષા સહિતના મુદે ક્વાયત શરૂ કરી છે.



