USA જવાનું સ્વપ્ન જોનારા ભારતીયોને મોટો આંચકો!
દુતાવાસના સ્ટાફને ટ્રેનિંગ આપવાના નામે રોક લગાવીઃ સપ્ટેમ્બર સુધી દુનિયાભરમાં એપોઇન્ટમેન્ટ્સ રદ્દ
- Advertisement -
ડોનાલ્ડ પ્રશાસને દુનિયાભરમાં વિઝા એપોઇન્ટમેન્ટ રોકી દીધી છે. આની સૌથી વધુ અસર ભારત પર પડવાની આશંકા છે. ટ્રમ્પ પ્રશાસને પોતાના બીજા કાર્યકાળ દરમિયાન અમેરિકામાં ઇમિગ્રેશન પર કડક વલણ અપનાવ્યું છે. સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, અમેરિકી વિદેશ વિભાગના એક પ્રવક્તાએ મંગળવારે કહ્યું કે તમામ અમેરિકી દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસોમાં એક ગ્લોબલ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે અને આ ટ્રેનિંગ માટે વિઝા એપોઇન્ટમેન્ટમાં ફેરફાર કરવામાં આવશે. આ તમામ અપોઇન્ટમેન્ટ ૧ સપ્ટેમ્બર પછી ફરીથી રિશેડ્યૂલ કરવામાં આવશે.
વિભાગે કહ્યું કે આ પહેલનો હેતુ કોન્સ્યુલર અધિકારીઓને અરજદારોની તપાસ વધુ સારી રીતે કરવામાં અને એવા લોકોની ઓળખ કરવામાં મદદ કરવાનો છે જેમના અમેરિકી સરકારી સુવિધાઓ પર નિર્ભર રહેવાની શક્યતા છે. આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આ અઠવાડિયે યોજાશે. આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં, કન્સ્યુલર અધિકારીઓને એવા અરજદારોના ઇમિગ્રન્ટ વિઝા અરજી, અસ્વીકાર (ગ્રીન આશ્રય/એસાયલમ) કરવાની ટ્રેનિંગ આપવામાં જેઓ અમેરિકામાં આવ્યા પછી સરકારી સહાય પર નિર્ભર રહેશે. આ રોક એવા સમયે લગાવવામાં આવી છે જ્યારે ટ્રમ્પ પ્રશાસન ઇમિગ્રેશન પર સતત કડકાઈ વધારી રહ્યું છે. જેમાં વિઝા અને ગ્રીન કાર્ડ રદ કરવાનું પણ સામેલ છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, તાજેતરમાં અમેરિકાએ અનેક આધારો પર અરજીઓ ફગાવી દીધી છે, જેમાં રાજકીય વિચારો અને પેલેસ્ટાઇન સમર્થક વિરોધ પ્રદર્શનોમાં સામેલ હોવાનું સામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આ પગલાંનો હેતુ સ્થાનિક સુરક્ષાને વધુ મજબૂત કરવાનો છે.
ટ્રમ્પ વહીવટીતંત્ર એવા વિદેશી નાગરિકોના વિઝા રદ કરવાની યોજના બનાવી રહ્યું છે કે જેઓ પ્રવાસ કે વ્યવસાય માટે US આવ્યા હતા પરંતુ બાદમાં કાયમી નિવાસી બનવા માટે આશ્રય માટે અરજી કરી હતી. વિભાગે આવા વિઝાની સમીક્ષા કરવાનું શરૂ કરી દીધું છે અને જો સરકાર આ વિઝા પર કડક કાર્યવાહી કરશે તો લગભગ ૨,૦૦,૦૦૦ લોકો ગેરકાયદેસર બની જવાનો અંદાજ છે.
USમાં વિદેશી છાત્રોમાં સૌથી વધુ ભારતના 3.63 લાખ વિદ્યાર્થી
અમેરિકામાં ૨૦૨૪-૨૫ શૈક્ષણિક વર્ષમાં ૧૧,૭૭,૭૬૬ વિદેશી વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ ગત વર્ષની સરખામણીએ ૫% વધુ છે. ઓપન ડોર્સ ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. ડેટા અનુસાર, અમેરિકામાં પહેલી વાર પ્રવેશ લેનારા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ૭% ઘટીને ૨,૭૭,૧૧૮ રહી ગઈ છે. ત્યાં જ, ભારતમાંથી નવા વિદ્યાર્થીઓની અરજીઓમાં ૧૫%નો ઘટાડો થયો છે. તેમ છતાં અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ૩,૬૩,૦૧૯ ભારતીય વિદ્યાર્થીઓ છે. આ ગત વર્ષ કરતાં ૧૦% વધુ છે.




