કુલ 24 બેઠકોમાંથી 17 અનામત, જેમાં 12 બેઠકો મહિલાઓ માટે ફાળવવામાં આવી: 7 બેઠકો સામાન્ય વર્ગ માટે રહેશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
રાજ્ય ચૂંટણી આયોગે ચોટીલા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે બેઠકોનું રોટેશન (અનામત ફાળવણી) જાહેર કર્યું છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, ચોટીલા નગરપાલિકામાં કુલ 21,364 વસ્તી છે અને તેમાં કુલ 6 વોર્ડ આવેલા છે. આ ચૂંટણીમાં કુલ 24 બેઠકો પર મતદાન થશે.
જાહેર કરાયેલા રોટેશન મુજબ, કુલ 24 બેઠકોમાંથી અડધી એટલે કે 12 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આ જાહેરનામાથી ચોટીલા નગરપાલિકાની ચૂંટણીમાં રસ ધરાવતા ઉમેદવારો માટે હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.



