ગીર સોમનાથ જિલ્લાના સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ તથા ડી.આઈ.એલ.આર કચેરીને ગ્રામ પંચાયતે આવેદન આપ્યું
બંને ગામ સિટી સર્વેમાં દાખલ થતાં ગ્રામ પંચાયત તથા લાયસન્સી સર્વેયર દ્વારા ગામની તમામ મિલકતોનું ગ્રાઉન્ડ ટ્રુથિંગ કરાયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.10
તાલાલા તાલુકાનાં માધુપુર ગીર-જાંબુર ગીર ગામના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાની કામગીરીમાં ગીર સોમનાથ જિલ્લાના સતાવાળાઓ ભેદભાવ રાખતા હોય જેને કારણે ગામમાં શરૂ થયેલ વિખવાદ દુર કરવા ગામના તમાંમ મિલ્કત ધારકોને તેમની મિલકતનું પ્રોપર્ટી કાર્ડ આપવા ગ્રામ પંચાયતે માંગણી કરી છે.
\તાલાલા તાલુકા વિકાસ અધિકારી મારફત ગીર સોમનાથ જિલ્લા ડી.આઈ.એલ.આર તથા સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ અને સેટલમેન્ટ કમિશનર કચેરી-ગાંધીનગર ને પાઠવેલ આવેદનપત્રમાં સરપંચ વિમલભાઈ વાડોદરિયા એ જણાવ્યું છે કે માધુપુર ગીર-જાંબુર ગીર બંને ગામનો સીટી સર્વેમાં સમાવેશ થયા બાદ ગ્રામ પંચાયત તથા લાયસન્સી સર્વેયર દ્રારા બંને ગામના લોકોની મિલ્કત ની માપણી કરી ગ્રાઉન્ડ ટ્રુથિંગ કરવા આવેલ છે છતાં ગામના મિલ્કત ધારકોને તેમની મિલકતના પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યાં નથી.બંને ગામના મિલ્કત કાર્ડ અંગે જ્યારે જ્યારે માંગણી કરવામાં આવતા સીટી સર્વેયર કચેરી દ્વારા જુના ગામતળના મિલ્કત ધારકોને પ્રોપર્ટી કાર્ડ મળશે.નવા ગામતળ ની મિલ્કત ધારકોને કાર્ડ નહીં મળે તેવા જવાબો આપે છે.જુના ગામતળ માં પણ જુજ પરિવારોને જ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા છે.
આવેદનપત્રમાં ઉમેર્યું છે કે બંને ગામના લોકોની મિલકતની સંયુક્ત માપણી કરતી વખતે વેરાવળ પ્રાંત અધિકારી તથા તાલાલા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિમાં સંયુક્ત રોજકામ થયું હતું.આ રોજકામ માં તમાંમ અધિકારીઓ સહિઓ કરી બંને ગામના જુના અને નવા ગામતળ નાં તમાંમ મિલ્કત ધારકોને તેમની મિલકતના પ્રોપર્ટી કાર્ડ આપવા ખાત્રી આપી હતી.પાછળથી અધિકારીઓ સંયુક્ત નિર્ણયની અમલવારી કરવા ગલ્લા તલ્લા કરતા હોય બંને ગામમાં ભારે લોક રોષ પ્રવર્તી રહ્યો છે.કેન્દ્ર સરકારની સ્વામિત્વ યોજનાનો મુળભુત હેતું ગ્રામ્ય કક્ષાએ તમાંમ લોકોને તેમના કબજા પ્રમાણે મિલ્કતનો માલિકી હક્ક આપવો પરંતુ સીટી સર્વે કચેરી દ્વારા જુજ લોકોને તેમની મિલકતના પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવતા નાના ગામોમાં મોટાં વિખવાદ શરૂ થયાં છે.ગ્રામ પંચાયત કચેરી તેનો ભોગ બને છે માટે બંને ગામની થયેલ માપણી પ્રમાણે અગાઉ થયેલ સંયુક્ત પંચરોજ કામ પ્રમાણે ગામના તમામ મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપી સ્થાનિક કક્ષાએ થતાં વિખવાદ નો અંત લાવવા આવેદનપત્રમાં માંગણી કરી છે.



