ન્યૂ રાજકોટની શાન સમાન રિંગરોડ-2 પર મુંજકા આશ્રમની સામે નીકળતા 100 ફૂટ રોડ પર એક એવો પ્રોજેક્ટ નિર્માણ થઇ રહ્યો છે કે જેમા 3 BHK અને 4 BHK ડુપ્લેક્ષ ફ્લેટમાં રહેવા આવનારની સાત પેઢી નિશ્ચિત રીતે સુખ-સમૃધ્ધિ અને વૈભવી સુવિધા સાથે રહી શકે તેવી તમામ દરકાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
રાજકોટ જ નહીં પણ સમગ્ર ગુજરાતના રિયલ એસ્ટેટ જગતમાં વિશ્વાસના પ્રતિક સમા પર્લ ડેવલપર્સ દ્વારા ન્યૂ રાજકોટની શાન સમાન રિંગરોડ-2 પર મુંજકા આશ્રમની સામે એક અનોખુ, રળિયામણુ નવા અંદાજ સાથે ‘પર્લ પેલેડિયમ’ નામથી નવુ નઝરાણુ આકાર લેવા જઇ રહ્યુ છે. માનવ માત્રને તેમના જીવનની એક ઇચ્છા જરૂર હોય છે કે, પોતાના પરસેવાની કમાણીમાંથી એક એવા ઘરનો આસરો બનાવે કે જ્યા તેમની સાત પેઢી નિશ્ચિત રીતે સુખ-સમૃધ્ધિ અને વૈભવી સુવિધા સાથે રહી શકે. ‘પર્લ પેલેડિયમ’માં એ તમામ મહેચ્છાઓ પુરી થાય તેવી આર્દશ ભાવના સાથે ‘પર્લ પેલેડિયમ’ના ભાગીદારોએ જીણામાં જીણી બાબતનું ધ્યાન રાખીને આ પ્રોજેક્ટના શ્રીગણેશ કર્યા હતા. ગ્રાહકોનો સંતોષ એ જ નફો એવા ઉમદા ધ્યેય સાથે પર્લ ડેવલપર્સના ભાગીદારો તેમના અત્યાર સુધીના તમામ પ્રોજેક્ટ બનાવ્યા છે અને ભવિષ્યમાં જેટલા પણ પ્રોજેક્ટ બનશે તેમા આ જ ધ્યેયનું સિંચન પ્રોજેક્ટના પાયામાં થશે તેવી અતૂટ ખાતરી પર્લ ડેવલપર્સના ભાગીદારોએ આપી છે. જે પરિવાર વર્ષોથી ટેર્નામેન્ટમાં રહેવા ટેવાયેલા હોય તેવા પરિવારને ધ્યાનમાં રાખીને ‘પર્લ પેલેડિયમ’માં ડુપ્લેક્ષ ટાઇપ ફ્લેટ બનાવવામા આવ્યા છે. એવુ લાગે જ નહીં કે ફ્લેટની અંદર રહીએ છીએ. જાજરમાન બે માળના બંગલાનો અનુભવ થાય તેવુ અદભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઇ રહ્યુ છે. રાજકોટમાં ભાગ્યે જ આ પ્રકારના ડુપ્લેક્સ ફ્લેટનો પ્રોજેક્ટ બને છે. ડુપ્લેક્ષ ફ્લેટના આકર્ષણને લઇને પ્રોજેક્ટના પાયા નખાયા ત્યારથી જ ધડાધડ બુકીંગ થવા લાગ્યા છે. 22 માળની ચાર બિલ્ડીંગ જેમા આઠ વીંગ સાથે નિર્માણ થઇ રહેલા આ પ્રોજેક્ટમાં હાલ આઠમાં માળ સુધી તો કામ પહોંચી પણ ગયુ છે. રેસકોર્સ-2 અને અટલ સરોવરનું નિર્માણ થયા બાદ કટારિયા ચોકડીથી માધાપર ચોકડી સુધીનો વિસ્તાર મેટ્રો સિટીની જેમ જેટ ગતિએ વિકસવા લાગ્યો છે. ખાસ કરીને સ્માર્ટ સિટી વિસ્તારમાં પગ મુકો એટલે જાણે દૂબઇ કે સિંગાપોરની ધરતી પર આવ્યા હોય તેવો નઝારો જોવા મળે છે. આવા વિકસિત વિસ્તારમાં પર્લ ડેવલપર્સ દ્વારા પર્લ પેલેડિયમનો 22 માળનો પ્રોજેક્ટ મુક્યો છે. આમતો નવા રિંગરોડ પર ખાસ કરીને કટારિયા ચોકડીથી ગોંડલ રોડ સુધીમાં અનેક ગગનચુંબી પ્રોજેક્ટ મુકાયા છે પણ અહીં વાત કરીએ કટારિયા ચોકડીથી માધાપર ચોકડીની વચ્ચે 22 માળનો આ એકમાત્ર પ્રોજેક્ટ હાલ મુકાયેલો છે. રિંગરોડ-2 એટલે કે, ઘંટેશ્વરથી કટારિયા ચોકડી, ગોંડલ રોડ, ઢોલરા, ભાવનગર રોડ, અમદાવાદ હાઇ-વે, માલિયાસણ, મોરબી રોડ અને રોણકી થઇને માધાપર ચોકડી સુધીનો કુલ ઘેરાવો 51.68 કી.મી.નો છે. આ સમગ્ર રિંગરોડ-2ને સિક્સલેન બનાવવાનું આયોજન છે. એ પૈકી પ્રથમ ફેઇઝમાં માધાપર ચોકડીથી કટારિયા ચોકડી સુધી સિક્સલેનનું કામ ચાલી રહ્યુ છે. હયાત રોડની બન્ને બાજુ વીજ પોલ સહિતની સર્વિસ લાઇન સિફ્ટીંગ, રોડ લેવલીંગ સહિતનું મોટાભાગનું કામ પુરુ થઇ ચુક્યુ છે. સિક્સલેનનું કામ પુરુ થયે ‘પર્લ પેલેડિયમ’ને ઔર ચાર ચાંદ લાગશે તેમા શંકાને કોઇ સ્થાન નથી. મુંજકા આશ્રમ(સનાતન)ની સામે 100 ફૂટનો જે રોડ નીકળે છે ત્યા જ ‘પર્લ પેલેડિયમ’ પ્રોજેક્ટ આકાર લઇ રહ્યો છે. રિંગરોડ-2થી તદ્ન નજીક જ છે. ત્યાથી પર્લ પેલેડિયમ સુધી જવા માટે પર્લ ડેવલપર્સે ખુદ પોતાના ખર્ચે સિમેન્ટ રોડ બનાવ્યો છે. આવતા 50 વર્ષ સુધી આ સિમેન્ટ રોડની કાંકરી પણ ન નીકળે તેવી મજબૂતાઇ સાથે બન્યો છે. સ્વ ખર્ચે માત્ર સિમેન્ટ રોડ જ નહીં પણ બન્ને બાજુ નાળિયેરી અને અન્ય વિલાયતી પ્લાન્ટેશન અને વચ્ચે ઝળહળતા લાઇટીંગ પોલ સહિતની સુવિધા પણ પર્લ ડેવલપર્સે પોતાના ખર્ચે અત્યારથી જ આપી દીધી છે. હાઇરાઇઝમાં સામાન્ય રીતે સ્વતંત્ર ટાવર(બિલ્ડીંગ) હોય છે. પરંતુ પર્લ પેલેડિયમમાં રહેવાસીઓને વિશાળ કારપેટ, લોબી અને કોમન પેસેજ મળે એ માટે વર્લ્ડ ક્લાસ આર્કિટેક અને ડિઝાઇનરની મદદથી તદન નવા જ કોન્સેપ્ટ સાથેનો પ્લાન તૈયાર કરવામા આવ્યો છે. વીંગ 8 પણ બિલ્ડીંગ 4 જેમા બે વીંગને જોડીને એક બિલ્ડીંગ બનવા જઇ રહી છે. પર્લ પેલેડિયમ પ્રોજેક્ટ એક એવા રળિયામણા સ્થળે બની રહ્યો છે કે જ્યા ચારેય બાજુ કુદરતી વાતાવરણ છે. લીલીછમ હરિયાળી, નજીકમાં તળાવ, રિંગરોડ-2થી થોડુ અંદર, ધુમાડા ઓંકતા કોઇ વાહનોની અવરજવર નહીં, નેચરલ વ્યુહ, ચારેય બાજુ કુદરતી વાતાવરણ વચ્ચે પર્લ પેલેડિયમ આવેલુ હોય તેમા રહેવા આવનારને 100 ટકા શુધ્ધ ઓક્સીજન સાથે આરોગ્યનું સુરક્ષા કવચ મળી રહે તેવી ખાસ કાળજી રાખવામા આવી છે. પર્લ પેલેડિયમમાં રહેનારને નાના-મોટા પ્રસંગો માટે બહાર કોઇ ખાનગી પાર્ટી પ્લોટ માટે મોંઘોદાટ ખર્ચ કરવો ન પડે એ માટે વિશાળ બેંકવેટ હોલ બનાવવામા આવી રહ્યો છે. આ ઉપરાંત આધુનિક થિયેટર, જીમ, જોગર્સપાર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા, નયનરમ્ય બગીચો, પ્રત્યેક ફ્લેટને બે કાર પાર્કિંગ, સીસીટીવી કેમેરા કવચ, તમામ એન્ટ્રી-એક્ઝીટ પોઇન્ટ પર 24 કલાક સિક્યુરિટી કેબીન સહિત અઢળક એમીનીટીઝ આપવામા આવશે. પર્લ પેલેડિયમ પ્રોજેક્ટ જ્યા આકાર લઇ રહ્યો છે તેની આસપાસ કોઇ સાવર્જનિક બગીચો હાલ નથી. પર્લ પેલેડિયમ ઉપરાંત આસપાસની વસાહતના રહેવાસીઓને પણ સાવર્જનિક બગીચાનો લાભ મળી રહે એ માટે પર્લ પેલેડિયમથી તદન નજીક જ એક સરકારી રિઝર્વેશન પ્લોટ આવેલો છે. આ પ્લોટ બગીચાના હેતુ માટે અનામત રાખવા સરકારને પત્ર લખી વિનંતી પર્લ ડેવલપર્સના ભાગીદારોએ કરી છે. સાથે સંબંધિત રૂડા અને સાથે મનપા તંત્ર સાથે પણ બગીચાના નિર્માણ માટે સંકલન કર્યુ છે. પર્લ ડેવલપર્સના અત્યાર સુધી સંખ્યાબંધ પ્રોજેક્ટ નિર્માણ થઇ ચુક્યા છે. બાંધકામની ગુણવતા, આપેલી ખાતરીનું પાલન, દસકો વીતી જવા છતા એક કાંકરી પણ ન ખરી હોય તેવુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધાથી ગ્રાહકોને પુરતો સંતોષ થયો છે. ‘ગ્રાહકોનો સંતોષ એ જ અમારો નફો’ એવા જીવનમંત્ર સાથે ચાલતા પર્લ ડેવલપર્સના ભુતકાળના પ્રોજેક્ટમાં જે આસામીઓએ ફ્લેટ કે મકાન ખરીદ્યા હોય તેવા સંખ્યાબંધ આસામીઓ અને તેના પરિચિતોએ પર્લ પેલેડિયમમાં બુકીંગ કરાવ્યા છે.
- Advertisement -
વિશ્ર્વાસની ઇમારત ‘પર્લ પેલેડિયમ’ના ફ્લેટમાં ડુપ્લેક્ષ, 22 માળના પ્રોજેક્ટે જગાવ્યુ આકર્ષણ



