8 વર્ષમાં 25,202 પશુઓની સારવાર કરી નવજીવન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં જ કરૂણા એનિમલ એમ્બુલન્સે આઠ વર્ષ પૂર્ણ કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગત તા.6 ઓકટોબર 2017 થી શરૂ કરવામાં આવેલ કરૂણા એનિમલ એમ્બુલન્સ સેવા અનેક અબોલ પશુ પક્ષીઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપી આ અબોલ જીવો માટે દેવદૂત સમાન સાબિત થઈ છે. પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય અને ઈ.એમ આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે વેરાવળ શહેરમાં બિનવારસી પશુઓની સારવાર માટે 1962 કરૂણા એનિમલ એમ્બુલન્સ સેવા કાર્યરત છે. જે વેરાવળ શહેર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ઈ.એમ.આર.આઈ.-જી.એચ.એસ.અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યરત આ સેવાએ 6 ઓક્ટોબર 2017થી વર્ષ 2025 સુધીમાં 25,202 મૂંગા પશુઓને સારવાર આપી નવજીવન આપ્યું છે. એક વર્ષમાં જ કરૂણા એનિમલ એમ્બુલન્સ દ્વારા 4,128 શ્વાન, 924 ગાય, 277બિલાડી, 113 કબૂતર, સહિત સુરખાબ, અજગર, ચકલી, પોપટ, બકરી, કાગડા, સસલા, ઉંટ, બાજ સહિત 5457 પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરાઈ છે.



