રાજકોટ ડિસ્ટ્રીક કોર્ટ ખાતે વકીલમિત્રોએ કેક કાપી અભિનંદન પાઠવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગઈકાલે, 17 સપ્ટેમ્બર 2025 ના રોજ, દેશના લોકપ્રિય અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી રાજકોટમાં કરવામાં આવી હતી. ભાજપ લીગલ સેલ દ્વારા આ પ્રસંગને વિશેષ મહત્વ સાથે ઉજવવામાં આવ્યું હતું અને કાર્યક્રમ ડિસ્ટ્રીક કોર્ટ ખાતેના શાંતિઘાટ સ્થળે આયોજિત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ભાજપ લીગલ સેલના સંયોજક પિયુષભાઈ શાહ, સિનિયર ધારાશાસ્ત્રી અર્જુનભાઈ પટેલ, સુરેશભાઈ ફળદુ, રક્ષિતભાઈ કલોલા, અશ્વિનભાઈ પોપટ સહિતના વિધાયક-કાનૂની આગેવાનો ઉપસ્થિત રહ્યા અને નરેન્દ્રભાઈ મોદી માટે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.
ઉજવણીમાં રાજકોટ શહેર ભાજપ લીગલ સેલના તમામ પ્રમુખ, સહ-સંયોજક અને કોર કમિટી સભ્યો, વિધાનસભા 68ના ઇન્ચાર્જ નરૂપેનભાઈ ભાવસાર, ક્ધવીનર હેમાંશુ પારેખ, જુદી જુદી વોર્ડ અને એસોસિયેશનના પ્રતિનિધિઓ સહિત આશરે 100 જેટલા વકીલમિત્રોએ ભાગ લીધો. તેમણે એકસાથે કેક કાપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યશ, દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે અભિનંદન
પાઠવ્યા હતા.
આ પ્રસંગ રાજકીય અને કાનૂની સમુદાય માટે એક ઉત્સાહભર્યો મંચ બન્યો, જેમાં વડાપ્રધાનની નેતૃત્વ ક્ષમતા અને દેશપ્રેમની વખાણ કરવામાં આવી હતી.



