ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખનારા બે શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ વિભાગના ઈંૠઙ અશોકકુમાર યાદવ અને સુરેન્દ્રનગર જઙ પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. જઘૠ શાખાના ઙઈં બી.એચ.શીંગરખીયાની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. આ બાતમીના આધારે સાયલાના હડાળા ગામના વિપુલ કુકવાવા (ઉંમર 32)ની અંગઝડતી લેવામાં આવી. તેમની પાસેથી 20 હજાર રૂપિયાની કિંમતની પિસ્તોલ મળી આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ પિસ્તોલ રાયમલભાઇ ભુપતભાઇ ખમાણી પાસેથી મેળવવામાં આવી હતી. રાયમલભાઇ મૂળ શાપર ગામના છે અને હાલ ચોટીલામાં હરિધામ સોસાયટી સામે કૃષ્ણા સોસાયટીમાં રહે છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1)(ફ) અને 25(1-ઇ)ફ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ કામગીરીમાં ઙઈં બી.એચ.શીંગરખીયા, ઙજઈં એન.એ.રાયમા, ઙજઈં આર.જે.ગોહીલ, ઇંઈ અમરભા ગઢવી અને અન્ય પોલીસ કર્મચારીઓની ટીમ સામેલ હતી.



