૧૨ મોબાઈલ ડિસ્પેન્સરી વાન થકી ૧૨૮૬ લોકોનું ચેકઅપ કરાયું
યુવાઓને અપાયું હૃદય રોગથી બચવા ડાયેટ પ્લાન અને હેલ્થ સંબંધી માર્ગદર્શન

- Advertisement -
રાજકોટ તા ૩૦ સપ્ટેમ્બર – વિશ્વ હ્રદય દિવસ તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે હૃદયને લગતી બીમારીઓ અંગે જનજાગૃતિ અને તબીબી ચકાસણીના અનેકવિધ કેમ્પનું આયોજન જુદી જુદી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

જી.વી.કે. ઈ.એમ.આર.આઈ સંચાલિત ધન્વંતરિ આરોગ્ય રથ, મોબાઈલ હેલ્થ યુનિટ, શ્રમિક આરોગ્ય સંજીવની રથ વગેરેની ૧૨ જેટલી ટીમ દ્વારા શ્રમિકો, મોટી ઉંમરના લોકો તેમજ બીપી. ડાયાબિટીસના દર્દીઓને હૃદય રોગ સંબંધી જરૂરી માર્ગદર્શન, સલાહ સૂચન, સારવાર, ચેકઅપ સહીતની કામગીરી કરવામાં આવી હતી.
- Advertisement -

હેલ્થ ટીમ દ્વારા ૧૨૮૬ લોકોનું ચેકઅપ કરાયું હતુ. તેમજ જરૂરી દવા આપવામાં આવી હોવાનું પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર જયેન્દ્ર સોલંકીએ જણાવ્યું છે.



