વોર્ડ નં.11માં માર્જીનની જગ્યામાં કોમર્શિયલ હેતુનું વધારાનું બાંધકામ દુર કરાયું
વોર્ડ નં.8 અને 10માં અનામત પ્લોટ તથા ટી.પી. રોડ પર થયેલ અનઅધિકૃત બાંધકામ દુર કરી 9923 ચો.મી.ની જગ્યા ખુલ્લી કરાવી
કોઈ પણ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે ખાસ વિજિલન્સ પોલીસનો સ્ટાફ તૈનાત રખાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મનપા દ્વારા કોર્પોરેશનનાં પ્લોટમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ફરી વોર્ડ નં.8, 10 અને 11માં માર્જીનની જગ્યામાં વાણીજ્ય હેતુનું બાંધકામ દૂર કર્યું હતું.
મ્યુનિસિપલ કમિશનરના આદેશાનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે ભૂપતભાઈ ગમારા દ્વારા કરવામાં આવેલ અનઅધિકૃત બાંધકામોને દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગેરકાયદે બાંધકામ ધ્યાને આવતા કલમ-260(1) મુજબની નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં આસામી દ્વારા કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામ દુર કરવામાં ન આવતા વાણીજ્ય હેતુનું વધારાનું અંદાજીત 42 ચો.મી. અંદાજીત 452 સ્કવેર ફૂટનું બાંધકામ દુર કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકાને સંપ્રાપ્ય થયેલ અનામત પ્લોટ તથા ટી.પી. રોડ પર થયેલ અનઅધિકૃત બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમા અંદાજીત 94 કરોડ ની જમીન ખુલ્લી કરાવેલ છે. આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા-વેસ્ટ ઝોન, ટાઉન પ્લાનર, આસિ. ટાઉન પ્લાનર તથા તમામ આસિ એન્જિનીયર, એડિ. આસિ. એન્જિનીયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.



