ગ્રામજનોએ તાલુકાના ઈન્ચાર્જ PI સમક્ષ દારૂની બદી અંગે રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે દેશી દારૂના વેચાણને લીધે યુવાધન બરબાદીના પંથે વળી રહ્યું છે જે અંગે ગ્રામજનો એકઠા થઈ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે રજૂઆત કરી હતી જ્યારે તાલુકા પોલીસ મથકના ઈનચાર્જ પીઆઇ એમ.બી.વિરજા સહિતનો સ્ટાફ ગોપાલગઢ ખાતે ગ્રામજનોને એકઠા કરી તેઓની સાથે બેઠક પણ યોજી હતી. ગ્રામજનોને માત્ર દારૂની નહીં પરંતુ અન્ય કોઈ અસામાજિક પ્રવૃતિ અંગે પણ પ્રશ્ન સાંભળી આવા શખસો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા ખાત્રી આપી હતી.



