આ ટ્રેડ ફેરમાં વિદ્યાર્થીઓ વ્યવસાયિક વ્યવસ્થા, નાણાકીય આયોજન, બિઝનેસ મોડેલો, માર્કેટિંગ સ્ટ્રેટેજી મોડેલો રજૂ કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની નામાંકિત ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ સેન્ટ પોલમાં તા. 5, 6 અને 7 સપ્ટેમ્બરે મર્કાડો ટ્રેડ ફેર યોજાશે. ધો. 11 અને 12ના કોમર્સ અને હ્યુમેનિટીઝ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિકતાના પાઠ શીખવવા મળશે. મર્કાડો ઈવેન્ટ વિદ્યાર્થીઓને વિવિધ બિઝનેસ મોડેલો, માર્કેટિંગ, નાણાંકીય આયોજન અને સંચાલનના ક્ષેત્રમાં કૌશલ્ય વિકસાવશે. આ ટ્રેડ ફેરનો આર્થિક લાભનો સંપૂર્ણ હિસ્સો ફિલીપ કેર એઈડ્સ સેન્ટરને દાન સ્વરૂપે અપાશે. આ રીતે સેન્ટ પોલ સ્કૂલ પોતાની સામાજિક જવાબદારી પણ અદા કરશે. આ પ્રકારના ઈવેન્ટ્સ શિક્ષણને મજબૂતી પુરી પાડે છે પરંતુ સમાજમાં વધુ સકારાત્મક પરિવર્તન લાવવાના માર્ગ પર પણ કામ કરે છે.



