મોરબીમાં ફળિયામાં ગાયો દોવા ગયેલા 53 વર્ષના પુરૂષ અને ટંકારામાં વાડીમાં કામ કરતાં યુવાનનું અકસ્માતમાં મોત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
માધાપર શેરી 17 માં કાલુભા ગોવિંદભાઈ ગુઢડા (ઉ. 53) પોતાના ઘરે ફળિયામાં બાંધેલા ગાયોને દોવા જતા ફળિયાની દીવાલમાં લાગેલ ઇલેક્ટ્રિક બોર્ડનો શોર્ટ લાગતા ગંભીર ઇજા પહોંચી. તેમને 108 દ્વારા મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો. મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધાવી અને તપાસ શરૂ કરી.
- Advertisement -
ટંકારા: મેધપર (ઝાલા) ગામની ડાભોડીયા સીમમાં દેવેન્દ્રસિંહ રણજીતસિંહ ઝાલા (ઉ. 32) વાડીમાં કામ કરતી વખતે ઇલેક્ટ્રિક લાઈનનો શોર્ટ લાગતા મૃત્યુ પામ્યા. ટંકારા પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ અને વધુ તપાસ ચાલુ છે.



