ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના નવા જિલ્લા પોલીસ વડા તરીકે જામનગરના પ્રેમસુખ ડેલુને મુકાયા છે ત્યારે ગઇ કાલે નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો.ગિરીશકુમાર પંડ્યાની વિદાય બાદ આજે સવારે નવા એસ.પી તરીકે પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળ્યો હતો. નવા પોલીસ વડાના આગમન સમયે જિલ્લાના તમામ ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતનાઓ હાજર રહી જિલ્લા પોલીસ વડાએ તમામ સાથે જિલ્લાના મહત્વ પૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો પાઠવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળ્યો



