By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    3 hours ago
    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! ઈરાનનો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    3 hours ago
    જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
    1 day ago
    યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
    1 day ago
    સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓઈલ માર્કેટ ચિંતિત! શાંતિ મંત્રણા તૂટશે તો ટ્રમ્પ માટે કપરાં ચઢાણ
    15 minutes ago
    ઈરાન સાથે સમાધાન ન થાય ત્યાં સુધી નાકાબંધી: ટ્રમ્પ
    17 minutes ago
    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
    24 hours ago
    અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી
    24 hours ago
    જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    13 minutes ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    2 hours ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    1 day ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    5 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    6 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ત્રણ નદીઓના પાણીથી ઘેડ પંથક ‘દરિયો’ બન્યો: 18 ગામો પ્રભાવિત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ત્રણ નદીઓના પાણીથી ઘેડ પંથક ‘દરિયો’ બન્યો: 18 ગામો પ્રભાવિત
જુનાગઢ

ત્રણ નદીઓના પાણીથી ઘેડ પંથક ‘દરિયો’ બન્યો: 18 ગામો પ્રભાવિત

Khaskhabar Editor
Last updated: 2025/08/22 at 4:14 PM
Khaskhabar Editor 8 months ago
Share
3 Min Read
SHARE

ઘેડમાં વરસાદી પાણીના નિકાલ માટે કરોડનો પ્લાન ક્યારે બનશે?

ઘેડ પંથક ડૂબમાં: વિસ્તારની કાયમી સમસ્યા

- Advertisement -

રસ્તા, પુલીયા અને ખેતરોનું ધોવાણ સાથે ખેતી પાકને નુકસાન

ખાસ-ખબર ન્યૂઝ  જૂનાગઢ, તા.22
જૂનાગઢ જિલ્લાના માંગરોળ, કેશોદ, માણાવદર તાલુકામાં આવેલો ઘેડ પંથક ફરી એકવાર કુદરતી આફતનો શિકાર બન્યો છે. અતિશય ભારે વરસાદ અને ઓઝત, મધુવંતી, અને સાબલી નદીઓમાં આવેલા ધસમસતા પૂરના કારણે આ વિસ્તારમાં જળ હોનારત જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, અને પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે તંત્ર માટે પણ અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું.

ઘેડ પંથકના રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર ચારથી પાંચ ફૂટ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયોહતો. આ સંજોગોમાં, જો કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને બહાર કાઢવા માટે જેસીબી અથવા ટ્રેક્ટર જેવા ભારે વાહનોનો ઉપયોગ કરવો પડે છે. આ પરિસ્થિતિ સ્થાનિક લોકોની દયનીય હાલત દર્શાવે છે. ઘેડ પંથકમાંથી પસાર થતી ઓઝત અને મધુવંતી નદીઓમાં આવેલા પૂરના પાણીએ માંગરોળ તાલુકાના લગભગ 18 ગામોને પ્રભાવિત કર્યા છે. આ નદીઓ ઘેડના વિસ્તારમાં સાંકડી હોવાને કારણે પૂરનું પાણી નદી કિનારાની બહાર નીકળીને ચારેય બાજુ ફેલાઈ જાય છે, જેના કારણે આખો પંથક જાણે એક વિશાળ દરિયામાં પરિવર્તિત થઈ ગયો હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી અને કિંમતી માલસામાનને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી ઊભા પાકનો સંપૂર્ણ નાશ થયો છે.

- Advertisement -

ઘેડ પંથકનો ભૌગોલિક આકાર રકાબી જેવો છે, જેના કારણે એકવાર પાણી ભરાયા બાદ તેનો નિકાલ થતાં ઘણો સમય લાગે છે. સ્થાનિક લોકોની ભીતિ છે કે આ વર્ષે પણ ખેતરોમાં ભરાયેલું પાણી ઘણા દિવસો સુધી રહી શકે છે. આ પરિસ્થિતિ ખેડૂતો માટે અત્યંત વિનાશક છે, કારણ કે તેમના પાકનો નાશ થાય છે અને તેઓ લાંબા સમય સુધી ખેતી કરી શકતા નથી. ઘેડ પંથકમાં જળબંબાકારની પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે. સ્થાનિક લોકો છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન આ પંથકમાં રહેવું એ એક મોટી કસોટી સમાન છે. સ્થાનિકો વર્ષોથી સરકાર સમક્ષ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆતો કરી રહ્યા છે. ઘેડ પંથકની સમસ્યાના નિવારણ માટે સરકારે અંદાજે રૂ. 700 કરોડનો પ્લાન તૈયાર કર્યો હોવાનું કહેવાય છે. આ પ્લાનનો મુખ્ય ઉદ્દેશ્ય નદીઓને પહોળી અને ઊંડી કરીને પાણીનો પ્રવાહ સરળ બનાવવાનો છે, જેથી પૂરનું પાણી ગામોમાં કે ખેતરોમાં ઘૂસે નહીં. જોકે, આ પ્લાન ક્યારે અમલમાં મુકાશે અને ક્યારે ઘેડના લોકોને આ કાયમી સમસ્યામાંથી મુક્તિ મળશે તે એક મોટો પ્રશ્ન છે. સ્થાનિકો આશા રાખી રહ્યા છે કે આ વખતે સરકાર ગંભીરતાથી આ મુદ્દાને હાથ ધરશે અને આગામી ચોમાસા પહેલા કોઈ નક્કર કાર્યવાહી કરશે. આ એક એવી પરિસ્થિતિ છે જેમાં રાજકીય ઈચ્છાશક્તિ અને તાત્કાલિક પગલાંની તાતી જરૂરિયાત છે, જેથી ઘેડના લોકોનું જીવન વધુ દુર્દશામાં ન ધકેલાય. આ જળ હોનારત માત્ર એક કુદરતી આફત નથી, પરંતુ સરકારી તંત્ર અને નીતિ નિર્માતાઓ માટે એક પડકાર અને જવાબદારી પણ છે.

You Might Also Like

શિક્ષણ ફી સહાય યોજના: 2892માંથી માત્ર 674 અરજી જ મંજૂર, અનેક પરિવારો સહાયથી વંચિત

જૂનાગઢ રેન્જમાં ‘ઓપરેશન સજ્જતા’ અસામાજિક તત્ત્વો પર પોલીસનો સપાટો

પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે

વેરાવળના વડોદરા ડોડીયા ગામે સિંહ બેલડીના ધામા

જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની પંચાયતોની ચૂંટણીમાં બળવાખોરો કિંગ મેકર સાબિત થશે

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ સિંધુ વેલ્ફેર ફાઉન્ડેશન અને VHP આગેવાનોનું મુખ્યમંત્રીને સંબોધી આવેદન
Next Article થાનના તરણેતર મેળામાં પરંપરા અને સંસ્કૃતિનો રંગારંગ મહોત્સવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં

Khaskhabar Editor Khaskhabar Editor 24 seconds ago
મતદાન વધારવા તંત્રની અનોખી પહેલ દવાના બિલથી માંડી ટેક્સ રિસિપ્ટ સુધી દરેક જગ્યાએ અપીલ…
રાજકોટની રળિયામણી રાત પણ ગરમ!
ઘરથી ઑફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે
અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
ઓઈલ માર્કેટ ચિંતિત! શાંતિ મંત્રણા તૂટશે તો ટ્રમ્પ માટે કપરાં ચઢાણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

શિક્ષણ ફી સહાય યોજના: 2892માંથી માત્ર 674 અરજી જ મંજૂર, અનેક પરિવારો સહાયથી વંચિત

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
જુનાગઢ

જૂનાગઢ રેન્જમાં ‘ઓપરેશન સજ્જતા’ અસામાજિક તત્ત્વો પર પોલીસનો સપાટો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જુનાગઢ

પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?