સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેક્ટની લાભાર્થી અને સિનિયર કર્મચારી દ્વારા ધ્વજારોહણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા પૂર્વઝોન કચેરી સામે આવેલા પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ભવન કલ્લોલના પટાંગણમાં પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા 79માં સ્વાતંત્ર્ય દિનની આન, બાન અને શાનથી ત્રિરંગાને સલામી આપી ઉજવણી કરવામાં આવી હતી. સ્વ.વિજયભાઈ રૂપાણીને બાળકો અને નાના માણસો પ્રત્યે વિશેષ લાગણી હતી એટલે માત્ર પાંચ વર્ષની ટ્રસ્ટની લાભાર્થી દીકરી રિદ્ધિ જોગરાણા તથા સિનિયર કર્મચારી કાંતિભાઈ નિરંજની દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ. આ તકે ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી, અદિતિબેન રૂપાણી, કાર્યકર્તાઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી બાળકોએ ઉપસ્થિત રહી ત્રિરંગાને સલામી આપી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યુ હતુ અને ભારતમાતાકી જયના નારાથી આખા પટાંગણનો વિસ્તારગુજી ઉઠ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સ્વ. વિજયભાઈ રૂપાણીને સ્મરણાંજલિ અર્પતા ટ્રસ્ટના કાર્યકર્તા હસુભાઈ ગણાત્રાએ જણાવ્યુ હતું કે વિજયભાઈ કર્તવ્ય, મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતો અને કોઠાશુઝનો ત્રિવેણી સંગમ હતા. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન અંતર્ગત ત્રણ બાળકો દેલવાડીયા હિવે, વિરાણી દર્શિલ અને બથવાર આરૂષી દ્વારા 15મી ઓગસ્ટ, શહીદ ભગતસિંહ અને ભારતની વિવિધતામાં એકતા વિષય ઉપર જોરદાર સ્પીચ રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટે આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પાયાના કાર્યકર મુકેશભાઈ મહેતા, હરીશભાઈ શાહ, શૈલેષભાઈ લોટીયા, હસુભાઈ ગણાત્રા, જયપ્રકાશભાઈ આચાર્ય, સરોજબેન આચાર્ય, રાજુભાઈ શેઠ, જયસુખભાઈ ડાભી, રમેશભાઈ જોટાંગીયા, ગીતાબેન તન્ના, જાનવીબેન લાખાણી, એન. જી. પરમાર, અનુભાઈ રાવલ, રંજનબેન જેઠવા, હરેશભાઈ ચાચીયા, રવજીભાઈ દવેરા, રાજુભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ ખોખર વગેરે ઉપરાંત કોઓર્ડીનેટર સાગરભાઇ પાટીલ, કર્મચારીઓ શીતલબા ઝાલા, પ્રીતિબેન મહેતા, પ્રેમભાઈ જોશી, અંજનાબેન રત્નોતર, અંજનાબેન સારસા, પૂજાબેન પરમાર, ધાનીબેન મકવાણા, વર્ષાબેન મકવાણા, આરતીબેન લાલકીયા, હાજરાબેન બુમભાણી ઠેબા, સીંગરીનારાની, દિશાબેન સાગઠીયા, ડો.સલોનીબેન ડોડીયા, ડો.નેન્સીબેન ડોબરિયા, અનિલભાઈ ચાવડા, પ્રવીણભાઈ વેકરીયા, કાંતિભાઈ નિરંજની, હેતલબેન પરમાર, નયનાબેન ડાભી, સકીનાબેન અજમેરી વગેરે ભારે જહમત ઉઠાવી કાર્યક્રમને યશસ્વવી બનાવ્યો હતો.



