ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે.ત્યારે બહેનો અત્યારે ભાઈઓની રાખડીની ખરીદી કરી જોવા મળી રહી છે.એમાં પણ આ વર્ષે ચાંદીની રાખડીનો ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે.રાજકોટમાં જ ચાંદીની રાખડીનો વેપાર 100 કરોડનો છે.એટલે કે આ વખતે ભાઈ અને બહેનનો પ્રેમ ચાંદીમામ ચમકતો જોવા મળશે.બહેનો આ વખતે ભાઈની રક્ષાની સાથે સાથે સલામત રોકાણને પણ જોડી રહી છે. માર્કેટમાં આ વખતે ચાંદીની રાખડીની ધુમ આવક થઈ છે.. એમાં પણ રાજકોટનાં સોના અને ચાંદીની ડિઝાઈન અને ઘાટ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે.. ત્યારે આ વખતે 100 કરોડથી વધારેની સોના અને ચાંદીની રાખડીનો વેપાર થયો છે.. હવે રાખડી માત્ર પ્રતીક તરીકે નહીં પણ બહેનોએ ભાઈઓની રક્ષા સાથે સલામત રોકાણને જોડીને આ વખતે ચાંદીની અવનવી ડિઝાઈનવાળી રાખડીઓની વધારે ખરીદી કરી રહી છે..
- Advertisement -
રાજકોટના સોના ચાંદીના વેપારી મયુર ઓડેસરાએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.. જેના કારણે બજારમાં સુસ્તી હતી પણ રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા જ સોની બજારમાં રોનક છવાઈ ગઈ છે.. આ વખતે રાખડી નાના બજેટમાં વધારે આવી છે.. રાખડીની કિંમત 100 રૂપિયાથી શરૂ થાય છે અને 3 હજાર રૂપિયા સુધીની રાખડીઓ બજારમાં મળી રહી છે..
અન્ય વેપારી નીતિન ઘાટલીયાએ જણાવ્યું કે આ વર્ષે 5 અને 10 ગ્રામમાં શુદ્ધ ચાંદીમાંથી બનાવેલી રાખડીનો વધારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.. ખાસ કરીને ભગવાનના વિવિધ નામની રાખડીઓ ખરીદી રહી છે.. રૂદ્વાક્ષ, ઓમ, શ્રીકૃષ્ણ, રાધા-કૃષ્ણ, શ્રીરામ સહિતની ડિઝાઈનની રાખડીઓ બહેનો ખરીદી રહી છે. ખાસ કરીને ગછઈં બહેનો પણ ઓનલાઇન ઓર્ડરથી તેમના ભાઈઓ માટે ચાંદીની ડિઝાઈનર રાખડીઓ મોકલી રહી છે. માર્કેટમાં ફિઝિકલ વેચાણની સાથે સાથે ઓનલાઈન વેચાણમાં પણ ભારે વધારો નોંધાયો છે, અને એ કારણે રાખડી બજારમાં ખુશીની ચમક જોવા મળી રહી છે.
સોના-ચાંદીના ભાવ વધવા છતાં બજારમાં રોનક, રક્ષાબંધને સોની બજારને જીવંત કરી



