ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.2
મોરબી શહેરમાં અનેક જર્જરિત ઈમારતો આવેલી છે મોરબી મહાનાગપાલિકા બન્યા બાદ શહેરમાં અનેક જોખમી ઈમારતો ઉતારી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે તંત્ર સારી કામગીરી કરી રહ્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ હજુ કામગીરી ઘણી બધી કરવાની બાકી છે માધાણી શેરીમાં આવું જ એક જર્જરિત મકાન આવેલ છે જેની પાસેથી પસાર થતા લત્તાવાસીઓ ભય અનુભવે છે
મોરબીના દરબારગઢ નજીક આવેલ મોટી માધાણી શેરીના નાકા પાસે મુખ્ય રોડ પર વર્ષો જુનું મકાન આવેલ છે જે જોખમી હાલતમાં જોવા મળી રહ્યું છે ક્યારેક ભારે વરસાદ કે પવનને કારણે મકાન ધરાશાયી બને તેવો ભય લત્તાવાસીઓને સતાવી રહ્યો છે મુખ્ય રોડ હોવા છતાં આ રોડ એકદમ સાંકડો છે એટલું જ નહિ નાની બજારથી દરબાર ગઢ જવાનો મુખ્ય રોડ હોવાથી પ્રતિદિન શાળાએ જતા બાળકો, વાહનચાલકો અહીંથી જ પસાર થતા હોય છે અને લત્તાવાસીઓને અહીંથી પસાર થતી વખતે મકાન તૂટી તો નહિ પડે ને તેવો ભય સતત સતાવી રહ્યો છે
મોરબીની માધાણી શેરીમાં આવેલાં જર્જરિત મકાનથી લત્તાવાસીઓમાં ભયનો માહોલ



