ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
રાજકોટના રજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે 29 જૂનને રવિવારના રોજ બપોરના 2 કલાકે સરસ્વતી વંદના વિદ્યાર્થી સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ સરસ્વતી વંદના વિદ્યાર્થી સત્કાર સમારોહ કોઠારીયા મેઇન રોડ પરના આંબેડકર ભવન ચોક સદગુરુ સ્કૂલની સામે રંગીલા હનુમાનજી મંદિર ખાતે યોજાશે. આ તકે સમાજના 454 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું સમાજના આગેવાનો અને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે. આ સમારોહમાં ખાસ ગુજરાતના સમાજના આગેવાનો હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડશે તેમ રાજકોટ શહેરના રજપૂત યુથ ફાઉન્ડેશનના વિરલભાઇ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યુ છે.
આ સરસ્વતી વંદના વિદ્યાર્થી સત્કાર સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા માટે રજપૂત યુથ ફાઉન્ડેશનના પ્રમુખ ભાર્ગવભાઇ પઢીયાર સહિતના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.



