લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.24
વાંકાનેર નગરપાલિકાની જડેશ્વર રોડ પર આવેલ સરકારી જગ્યામાં એક ઇસમેં પાંચ વર્ષથી ગેરકાયદે કબજો કરી બે દુકાનો બનાવી દબાણ કરી પ્લોટની જમીન પચાવી પાડી આજદિન સુધી પોતાના કબજામાં રાખી વપરાશ કરતો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે વાંકાનેર સીટી પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
- Advertisement -
રાજકોટના ગાંધીગ્રામના રહેવાસી ગીરીશકુમાર મૂળશંકર રાવલે આરોપી રાજેશ ગોરધન મકવાણા રહે દિગ્વિજયનગર પેડક, વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ ફરિયાદી ગીરીશકુમાર રાવલને વાંકાનેર નગરપાલિકા દ્વારા લેખ નં 1389 તા 16-03-1983 થી વાંકાનેર જડેશ્વર રોડ પર વડાપ્રધાનના 20 મુદાના આર્થિક કાર્યક્રમ અંતર્ગત જમીન વિહોણા લોકોને ઘર બનાવવાની શરતે 100-100 ચો.વારનો પ્લોટ નં 29 ક્ષેત્રફળ 83.61 વાળો વાંકાનેર નગરપાલિકાના યુ ઇટ્સ મુખ્ય અધિકારી ભારતસિંહ પ્રતાપસિંહ ઝાલાએ વેચાણ રજી.દસ્તાવેજ નં 161/1990 તા. 14-02-1990 થી વેચાણ આપેલ હતો
જે પ્લોટમાં આરોપી રાજેશ મકવાણાએ છેલ્લા પાંચ વર્ષથી ગેક્રય્ડે રીતે કબજો કરી તેમાં પ્રજાપતિ જનરલ સ્ટોર નામની બે દુકાનો બનાવી દબાણ કર્યું છે અને પ્લોટની જમીન પચાવી પાડી જમીનના બિનઅધિકૃત રીતે કબજો કરી હાલ સુધી કબજો રાખી વપરાશ કરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે મોરબી જીલ્લા કલેકટરની લેન્ડ ગ્રેબિંગ સમિતિમાં અરજી બાદ ફરિયાદ કરવા હુકમ કરવામાં આવ્યો હતો જેને પગલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની ફરિયાદ નોંધાઈ છે



