તાલાલા પંથકમાં ત્રીજા દિવસે સાર્વત્રીક દોઢ ઈંચ વરસાદ: ખેડુતો આનંદવિભોર
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકા તથા ગીરના જંગલમાં અવિરત મેઘમહેર થી આખાં તાલાલા પંથકમાં સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે. તાલાલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સવારથી ધીમીધારે શરૂ થયેલ વરસાદ દોઢ ઈંચ જેટલો પડ્યો છે.આ ઉપરાંત ગીરના જંગલમાં આવેલ તાલાલા પંથકની જીવાદોરી સમાન કમલેશ્વર ડેમ ઉપર પણ બે ઈંચ જેટલો થયો છે.તાલાલા પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘ મહેર થી આખા પંથકમાં મોસમનો ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.વાવણીલાયક વરસી રહેલ વરસાદથી ધરતીપુત્રો આનંદવિભોર થઈ ગયા છે.મેઘરાજા ધીમીધારે વરસતા હોય તાલાલા પંથકમાંથી ગરમી અદ્રશ્ય થવા લાગી છે.
- Advertisement -
ગીરના જંગલમાં આવેલ કમલેશ્ર્વર ડેમમાં નવા નીરની આવક થઇ
તાલાલા પંથકની જીવાદોરી સમાન ગીરના જંગલમાં આવેલ કમલેશ્વર ડેમમાં આ મોસમનું એક ફુટ નવું પાણી આવ્યું છે.કમલેશ્વર ડેમમાં ગત વર્ષનું જુનું 20 ફુટ પાણી હતું.નવું એક ફુટ પાણી આવતા ડેમની પાણીની સપાટી 21 ફુટ થઈ છે.