ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
16 જૂનથી વિધિવત ચમાસાનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે વરસાદી માહોલ જામતા બજારોમાં છત્રી અને રેઇનકોટની માંગમાં વધારો થયો છે. રાજકોટમાં છત્રી અને રેઇનકોટની ખરીદી કરવા માટે બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. નાના વેપારીઓ અનેક સ્થળે રસ્તા પર બેસી રેઇનકોટ અને છત્રીનું વેચાણ કરે છે રાહદારી લોકો તેની ખરીદી કરતા હોય તે પ્રસ્તુત તસવીરમાં દ્રશ્યમાન થાય છે.
રાજકોટમાં વરસાદી માહોલ જામતા રેઇનકોટ અને છત્રીની ખરીદી નીકળી
