રાજકોટ મહાનગરપાલિકાના દબાણ હટાવ શાખાએ 17 જૂનને મંગળવારના રોજ મોડી રાત્રે મવડી વિસ્તારના મુખ્ય રોડ પર આવેલા બાપા સિતરામ ચોકમાં રોડની વચ્ચો વચ્ચ રહેલા વર્ષો જૂના બાપા સિતારામ મંદિરને હટાવી દબાણ દૂર કર્યું હતુ. આ તકે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં વિસ્તારના લોકો હાજર રહ્યા હતા. તેમજ ડિમોલિશન બાદ જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવામાં આવ્યો હતો.
મવડી વિસ્તારમાં રોડની વચ્ચે આવેલા બાપા સિતારામ મંદિરને હટાવી દબાણ દૂર કરાયું

TAGGED:
Bapa Sitaram temple, mavadi, Rajkot
Follow US
Find US on Social Medias


