100 કિલો ગૌમાંસ સાથે ધ્રાંગધ્રાનો કસાઈ ઝડપાયો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
લીંબડી હાઈવે પરથી વારંવાર પશુ તસ્કરી કરતા ઈસમો ઝડપાય છે તેવામાં હવે પશુ તસ્કરી મૂકીને ડાયરેક્ટ ગૌમાંસ હેરફેર કરવાનો આખાય કારસ્તાનને જીવદયા પ્રેમીઓ દ્વારા ખુલ્લું પાડવામાં આવ્યું છે જેમાં ગત 15 મેના રોજ લીંબડીના જીવદયા પ્રેમી રઘુભાઈ ભરવાડને હાઇવે પરથી નીકળતી કારમાં ગૌમાંસ હોવાની બાતમી મળતા વિજય ભરવાડ, ઘનશ્યામભાઈ ચારોલ, મુન્નાભાઈ ભરવાડ, વનાભાઈ સહિતના જીવદયા પ્રેમીઓ સાથે હાઇવે પર પેટ્રોલપંપ નજીક વોચ ગોઠવી હતી જે દરમિયાન જીજે 01 કે બી 8606 નંબર વાળી સ્વીફ્ટ કાર નીકળતા તેને અટકાવી કારમાં તપાસ કરતા માંસ ભરેલા કોથળા મળી આવતા હતા જેથી જીવદયા પ્રેમી દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરી સ્વિફ્ટ કારના ચાલક યાસીન કાળુભાઇ ભટ્ટી રહે: ધ્રાંગધ્રા વાળાને ઝડપી લઇ કારમાંથી 100 કિલો માંસ કિંમત 20 હજાર રૂપિયા તથા કાર કિંમત ત્રણ લાખ એમ કુલ મળી 3.20 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો અને એફ.એસ.એલમાં મોકલતા કારમાંથી મળી આવેલ ગોમાંસ હોવાનું ખુલવા પામતા અંતે શખ્સ વિરુધ એક મહિના બાદ લીંબડી પોલીસને ગુન્હો નોંધાતા કાર્યવાહી હાથ ધરી છે.