માંગરોળ, માળીયા હાટીનામાં અડધો ઇંચ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ જિલ્લા સહીત સોરઠ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગઈકાલ જૂનાગઢ શહેરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો તેની સાથે ગિરનાર અને દાતારના પહાડોમ પણ સારો એવો વરસાદ વરસતા પર્વત પરથી પાણી વહેતા થયા હતા જિલ્લાના દરેક તાલુકામાં વાવણી લાઈક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે.
- Advertisement -
જિલ્લામાં વાવણી લાઈક વરસાદ થતા ખેડૂતો વાવણી કાર્યમાં જોડાયા છે. જયારે આજે એક વાગ્યા સુધીમાં કેશોદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે જયારે માંગરોળ અને માળીયાહાટીનામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાતા અનેક નદી, નાળા અને ચેકડેમમાં પાણી ભરાયા છે બીજી તરફ આણંદપુર વિયર ડેમ પણ પહેલાજ વરસાદે ઓવરફલો થયો હતો. જયારે જિલ્લામાં સતત મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અબે ભેજનું પ્રમાણ વધુ જોવા મળે છે.