નગરપાલિકાએ નોટીસ આપ્યા બાદ પણ સાધનોની સુવિધા ઉપલબ્ધ કરવા સ્કૂલે આળશ રાખતા પાલીકાની કડક કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા શહેરમાં ગાયત્રી નગરમાં આવેલ સ્કુલમાં ફાયર સેફ્ટી નાં કોઈ પણ સાધનો અને સુવિધા ઉપલબ્ધ નહીં હોવાથી નગરપાલિકા કચેરી એ સ્કુલમાં શીલ લગાવી દેતાં ભારે ચકચાર ફેલાયેલ છે.
- Advertisement -
તાલાલા નગરપાલિકાના કર્મચારી અશોકભાઈ પાઠક નાં જણાવ્યા પ્રમાણે તાલાલા શહેરમાં ગાયત્રી નગરમાં આવેલ વલ્લભાચાર્ય સ્કુલમાં ફાયર સેફટી નાં સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોવાને કારણે તાલાલા નગરપાલિકાએ અવારનવાર નોટીસો આપી હતી ત્યારબાદ નગરપાલીકાએ તા.23/05/2025 નાં રોજ અંતિમ નોટીસ આપવા છતાં પણ સ્કુલ તરફથી કાર્યવાહી કરવામાં આળશ રાખી હતી જેથી આર.એફ.ઓ-ભાવનગરની સુચનાથી સ્કુલના ઉપરના માળે આવેલા ચાર રૂમોમાં પાલીકાએ શીલ લગાવી દીધાં હતાં.તાલાલા શહેરમાં ફાયર સેફ્ટી વિહોણા બાંધકામ સામે પાલીકાની કડક કાર્યવાહી થી લોકોમાં ફફડાટ ફેલાયેલ છે.



