ખાસ-ખબર ન્યૂઝ વિરપુર
વિરપુરમાં જલારામજી દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની એલ.આઇ.સી ની ગ્રુપ વીમા યોજના અંતર્ગત મંડળી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોને આવરી લીધેલ છે.
- Advertisement -
આ યોજના હેઠળ જોડાયેલ દૂધ ઉત્પાદક ઠુંગા દિનેશભાઈ ભીમજીભાઈનું કુદરતી અવસાન થતાં વારસદારને રૂપિયા 1,15,000/- તેમજ ઠુમર કાંતિભાઈ પ્રેમજીભાઈનું કુદરતી અવસાન થતા તેના વારસદારોને રૂપિયા 1,05,000/- સામાજિક સુરક્ષાના ભાગરૂપે મંજુર થયેલ વીમા ક્લેઈમના વાઉચર રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા દ્વારા વિરપુર સહકારી મંડળી ખાતે અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે દૂધ મંડળીના કમિટીના સભ્યઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.