ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ લેડીઝ ક્લબના ઉપક્રમે ફકત બહેનો માટે સમર કલાસીસનો સમાપન સમારંભ યોજાયો હતો. સમર કલાસમાં જે ટીચર્સ આવેલા કિંજલબેન પીઠડીયા, રાગીણીબેન રાય, ફોરમબેન ભીંડોરા, રાધિકાબેન મકવાણા, આરુષિબેન શાહ, રીનાબેન કાત્રોડિયા, રિદ્ધિબેન મહેતા, નીતાબેન કામદાર, હેમાબેન ગઢીયા, અનિતાબેન ચૌહાણ આ તમામ બહેનોને મહેમાનો દ્વારા આકર્ષક સર્ટિફીકેટ તેમજ બાન લેબ્સ કંપની દ્વારા મોમેન્ટો તેમજ ગીફ્ટ વાઉચર અને ભાગ લેનાર તમામ બહેનોને સર્ટિફીકેટ આપવામાં આવ્યા હતા.
- Advertisement -
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન શાહ, ડો. માલાબેન કુંડલીયા, જશુમતીબેન વસાણી, સુધાબેન ભાયા, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન વ્યાસ, અલ્કાબેન કામદાર, ગીતાબેન હીરાણી, ડો. અલ્કાબેન ધામેલીયા, હેતલબેન થડેશ્ર્વર, વૈશાલીબેન શાહ તેમજ લેડીઝ ક્લબના કમિટી મેમ્બરએ જહેમત ઉઠાવી હતી.