કુલ 8 કેસ કરી 85 હજારનો દંડ ફટકારાયો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લામાં કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ આર.ટી.ઓ. દ્વારા ઉના કોડીનાર હાઇવે પર વાહન તપાસ કરી અને આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આર.ટી.ઓ. દ્વારા બાકી રહેતા ટેક્સ, ઓવરલોડ વાહનો, અને બિનજવાબદારીપૂર્વક વાહન ચલાવનાર પર આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આર.ટી.ઓ. દ્વારા બે ટેક્સ કેસ કરી અને રૂ. 63 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ પ્રાંત ઓફિસ ઉના પાસે વાહન તપાસ દરમિયાન એક બાઈક ડિટેઈન કરવામાં આવ્યું.જેના રૂ.16.500 ટેક્સના ભરપાઈ કરવાના બાકી હતાં.
વધુમાં, ઓવરલોડ વાહનો પર કેસ કરી અને રૂ.46.500 નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને અન્ય એક વાહન પર રૂ. 10 હજારનો દંડ ફટકારાયો હતો. જ્યારે રોડ સેફટી અંતર્ગત પાંચ વાહનો પર કુલ રૂ.12 હજારની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. આમ, રોડ સેફ્ટી અંતર્ગત ઉના-કોડીનાર હાઇવે પર ચેકિંગ દરમિયાન કુલ આઠ કેસ કરી અને રૂ. 85 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.



