જૂનાગઢ જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે વર્કશોપ યોજાયો હતો. પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત અગત્યના પગલાઓ વિષે બાળકોમાં કુપોષણના સંચાલન માટેના પ્રોટોકોલ કાર્યક્રમ અંતર્ગત અગત્યના પગલાઓ વિશે જેવા કે સ્ક્રિનિંગ, ભૂખ પરીક્ષણ, મેડિકલ ચેકઅપ, રીફર, પોષણ સારવાર, દવાઓ, આરોગ્ય અને શિક્ષણ, ફોલોઅપ મુલાકાત, ડિસ્ચાર્જના માપદંડ, ડિસ્ચાર્જ થયા બાદની ફોલોઅપ મુલાકાત અંગે યોજાયો હતો. આ પોષણ સંગમ અંતર્ગતનું ઇનોવેશન તથા બેસ્ટ પ્રેક્ટિસ અંગે પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવેલ હતું. આ વર્કશોપની શાબ્દિક પુર્ણાહુતી બાળ વિકાસ યોજના અધિકારી માણાવદરના ગીતાબેન વણપરીયા દ્વારા કરવામાં આવી હતી.
Follow US
Find US on Social Medias



