વિસાવદર તાલુકા પંચાયતની બોડી ખંડિત વિસાવદર તાલુકા પંચાયતની બોડી ખંડિત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
વિસાવદર તાલુકા પંચાયતમાં હાલ 18 સભ્યોની બોડી હોય તેમાંથી કાલસારી તાલુકા પંચાયતના સદસ્ય અશ્વિનભાઈ સરધારા ચૂંટાયેલા હતા જે ગત બોડીમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રહ્યા હતા પરંતુ તેમને ત્યાં ત્રીજા બાળકનો જન્મ થતાં પંચાયતના અધિનિયમ મુજબ લાલજી કોટડીયા એ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરેલ જે અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તપાસ શોપેલ આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કરીને તેમને ત્યાં ત્રીજા બાળકનો જન્મ થયેલ હોય એવો અહેવાલ રજૂ કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાંગવાન સાહેબે તાલુકા પંચાયતના કાલસારી સીટના અશ્વિનભાઈ સરધારાને હોદા પરથી દૂર કરવાનો હુકમ કરેલ છે તેને કારણે હાલ તાલુકા પંચાયતમાં 17 સભ્યો રહ્યા છે જેને કારણે બોડી ખંડિત થયેલ છે આ સભ્ય ઉપર મોટા ગજાના નેતા અને જુનાગઢ જિલ્લાના આગેવાન ના હાથ હોય ત્યારે ઘણા સમયથી સસ્પેન્ડનો હુકમ રોકાણો હતો પરંતુ ડીડીઓ નીતિન સાંગવનની બદલી થતાં તે જતા જતા સસ્પેન્ડ નો હુકમ કરતા ગયા હતા.



