રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર કચેરી સામે તોતિંગ ઝાડ ધરાશાયી થયું છે. જેને લઈને પોલીસ વાન ઝાડ નીચે દટાઈ હતી અને કારમાં થોડું નુકશાન થયું હતું. આ સિવાય અહીં 10 થી વધુ ટુ-વ્હીલર પણ હોવાથી તે પણ ઝાડ નીચે દબાયા હતા અને તેમાં પણ નાના મોટું નુકશાન થયું છે. આ ઘટનામાં 4 જેટલા વ્યક્તિઓને સામાન્ય ઇજા થઇ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તોતિંગ ઝાડને ત્યાંથી દૂર કરાયું હતું. હાલમાં ચોમાસાનો પણ માહોલ શરુ થઇ ગયો છે ત્યારે આ પ્રકારના વૃક્ષોથી દૂર ઉભા રહેવું વધુ હિતાવહ છે.
1 પોલીસવાન, 10થી વધુ ટુ-વ્હીલરમાં નુકસાન, 4 વ્યક્તિને સામાન્ય ઈજા