રાજકોટમાં NSUIદ્વારા કોટેચા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બિહારમાં રાહુલ ગાંધી વિધાર્થીઓને મળવા જતા હતા એ સમયે તેમને અટકવામાં આવ્યાના આરોપ સાથે રાજકોટ ખાતે NSUIએ રાજકોટના હાર્દસમા વિસ્તાર કોટેચા ચોક ખાતે એકઠા થઈને સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં NSUIના યુવા કાર્યકરો એકઠા થયા હતા અને હાથમાં બેનરો રાખી ભાજપ સરકાર, એનડીએ અને આરએસએસ રાહુલ ગાંધીને બિહારમાં દલિત વિદ્યાર્થીઓના દુ:ખમાં સહભાગી ન થવા દેવા અને મળવા નથી જવા દેતા તેવા આરોપસર વિરોધ કરાયો હતો.
Follow US
Find US on Social Medias