રાજકોટના રેસકોર્સ મેદાનમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આજે વિજયા દશમીના પર્વ નિમિત્તે રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે સૌરાષ્ટ્રના સૌથી મોટા 60 ફૂટ ઊંચા રાવણનું દહન થવાનું છે. તેની સાથે 50-50 ફૂટના કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું પણ દહન કરવામાં આવશે. આ અંગે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાવણ દહન સાથે લોકોને તલવારબાજી અને આગના રોમાંચક દાવ જોવા મળશે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા છેલ્લા 40 વર્ષથી આ રાવણ દહનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે જે ત્રણ પૂતળાં તૈયાર કરાયા છે, તેમાં એક ધર્માંતરણનું પૂતળું છે, એક લવ જેહાદનું પૂતળું છે અને એક કુસંસ્કારોનું પૂતળું છે. આ ત્રણેય પૂતળાંનું પ્રતીકાત્મક દહન કરવામાં આવશે.
રેસકોર્સ મેદાનમાં આજે 60 ફૂટના રાવણના પૂતળાનું દહન

You Might Also Like
Follow US
Find US on Social Medias



