ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
રાજ્યના તમામ વકીલો તેમજ સામાજિક-વ્યવસાયિક સંગઠનોને પણ તુર્કી, અઝરબૈજાન દેશોના પ્રવાસનો બહિષ્કાર કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેને અપિલ કરી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલે જણાવ્યુ કે, સમગ્ર રાજ્યના વકીલો તુર્કી અને અઝરબૈજાન દેશોએ યુધ્ધની સ્થિતિમાં પાકિસ્તાનને સપોર્ટ કર્યો હતો.
આ બન્ને દેશોમાં ગુજરાતના વકીલોએ પ્રવાસ ન કરીને આર્થિક રીતે પાયમાલ કરીને આ બન્ને દેશોનો બહિષ્કાર કરવો જોઈએ. દુનિયામાં એવા અનેક દેશો છે જેમાં તુર્કી અને અઝરબૈજાન કરતા વધુ સુંદર અને આકર્ષક પ્રવાસના સ્થળો છે. ઉપરાંત વિશેષમાં જણાવ્યુ કે, વકીલો ઉપરાંત રાજ્યમાં સામાજિક સ્તરે કામ કરતા સંગઠનો અને અન્ય સામાજિક અને વ્યવસાયિક સંગઠનોને પણ આ બન્ને દેશોના પ્રવાસ ન કરવા અપિલ કરી હતી અને સમગ્ર રાજ્યમાં આ બાબતે મોટાપાયે અભિયાન ચલાવવા જણાવ્યુ હતુ.



