આગામી ગુરૂવાર સુધી જૂનાગઢ સહિત સોરઠમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયા જણાવ્યું કે, હાલનું વાતાવરણ ગુરુવાર સુધી યથાવત રહેશે અને હાલ કમોસમી વરસાદની શક્યતા નહિવત છે. બાદમાં તાપમાનમાં વધારો થશે અને મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી વચ્ચે રહેશે. રવિવારની રાત્રે જૂનાગઢનું તાપમાન વધીને 28.6 ડિગ્રીએ પહોંચી ગયા બાદ સોમવારની સવારે લઘુતમ તાપમાન પણ 3.4 ડિગ્રી વધીને 25.9 ડીગ્રી નોંધાયું હતું. સવારથી શરૂ થયેલી ગરમીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 85 ટકા રહ્યું હતું. 24 કલાક બાદ બપોરના વાતાવરણમાં 60 ટકા ભેજ વચ્ચે મહત્તમ તાપમાન 1.8 ડિગ્રી ઘટીને 31 ડિગ્રી રહ્યું હતું.
Follow US
Find US on Social Medias



