નામ બડે દર્શન ખોટે!
સાધના ભેળ, જય જલારામ અને નારાયણ દિલ્હી ચાટવાળા ભેળસેળિયા
4 કિલો વાસી રગડો, 4 કિલો બટેટા, 2 કિલો સોસ, 2 કિલો મીઠી ચટણીનો સ્થળ પર નાશ

ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
મહાનગરપાલિકાની ફુડ વિભાગ ટીમે કોઠારિયા રોડ વિસ્તારમાં આવેલ 20 ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી 4 કિલો વાસી રગડો, 4 કિલો બટેટા, 2 કિલો સોસ અને 2 કિલો મીઠી ચટણીનો સ્થળ પર નાશ કર્યો હતો, ઉપરાંત એફએસએસએ- 2006 અન્વયે 6 ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાંથી નમૂના લીધેલ હતા જેમાં જય જલારામ પાણીપુરી, નારાયણ દિલ્હી ચાટવાલાની પાણીપુરીના મસાલામાં અને સાધના ભેળની ખજૂરની ચટણીમાં ઈ-કોલીના બેકટેરિયા મળી આવ્યા હતા.

કોઠારિયા રોડ પર આવેલ ખાણી-પીણીની 20 રેંકડી તથા દુકાનોમાં મહાનગરપાલિકાની ફુડ વિભાગ ટીમે ચેકીંગ પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં ઉમેશ પાણીપુરી સેન્ટરમાંથી 3 કિલો વાસી રગડો અને બટેટા, ખોડિયાર ભેળમાંથી 2 કિલો વાસી સોસ, આઈશ્રી ખોડિયાર પાણીપુરીમાંથી 1 કિલો વાસી રગડો, સંતોષ દાબેલી ઘુઘરામાંથી 2 કિલો મીઠી ચટણી, રાધેશ્યામ દિલ્હીચાટ, મોમાઈ પરોઠા હાઉસ, શ્રી કૈલાસ ફાસ્ટફુડ, જય બહુચરાજી હોટલ, ચાઈનીઝ તડકા, બાલાજી કચ્છી દાબેલી, અક્ષર વડાપાઉં, શિવ ઘુઘરા, કાર્તિક અલ્પાહાર, જય આશાપુરા સોડા, જય સિયારામ ગુલ્ફીવાળા, સુરીયાબાપા ટી સ્ટોલ, ભોલેનાથ આઈસ્ક્રીમ, સ્વીટ એન્ડ સ્પાઈસી પાણીપુરી, ભગવતી પંજાબી ચાઈનીઝ અને ફોરેન પેઢી સિંગવાલા સહિતને ત્યાં ચેકીંગ પ્રક્રિયા હાથ ધરી વાસી વસ્તુઓનો સ્થળ પર જ નાશ કરી વેપારીઓને આકરો દંડ ફટકાર્યો હતો.
- Advertisement -

ઉપરાંત અગાઉ લીધેલ નમૂનાને પરિક્ષણ અર્થે મોકલેલ હતા જેમાં ડી-માર્ટ પાછળ આવેલ જય જલારામ પાણીપુરીમાં પાણીપુરીના મસાલામાં, બોમ્બે હોટલની બાજુમાં આવેલ સાધના ભેળમાં ખજૂરના મીઠા પાણીમાં, સર્વેશ્ર્વર ચોક પાસે બોમ્બે સ્ટાઈલ ભેળવાળા પાસે પાણીપુરીના બટેટાના મસાલામાં, જાગનાથમાં આવેલ નારાયણ દિલ્હી ચાટમાંથી પાણીપુરીના બટેટાનો મસાલો અને ખજૂરની ચટણીમાંથી ઈ-કોલોની બેકટેરિયા મળી આવ્યા હતા તેમજ પેડક રોડ પર આવેલ મસ્કા અમેરિકન ડ્રાયફ્રુટ નામની દુકાનમાં ફુડ કેટેગરી દર્શાવેલ ન હોવાથી તેને મીસ બ્રાન્ડ જાહેર કરી હતી.



