આપઘાત પૂર્વે યુવતિએ વિડીયો બનાવી મોતને વ્હાલું કર્યુ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
’ભાઈ હું જાઉં છું મમ્મીનું ધ્યાન રાખજે’ તેમ કહી જૂનાગઢના વિસ્તારની 29 વર્ષીય લક્ષ્મીબેન નામની યુવતીએ ગળાફાંસો ખાઇ લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ મંગલધામ 03માં રામ મંદિર પાછળ માતા, પિતા, ભાઈ, ભાભી સાથે રહેતી લક્ષ્મીબેન ઉમેશભાઈ વેગડાએ ઘરના રસોડામાં હુક સાથે લટકીને ચુંદડી વડે ગળાફાંસો ખાઇ મોતને મીઠું કરી લીધું હતું. યુવતીએ જિંદગીનો અંતિમ છેલ્લો વીડીયો પણ બનાવ્યો હતો જેમાં ’મમ્મી તું તારું ધ્યાન રાખજે અને ભાઈ ભાવિન તું મમ્મીને સાચવજે હું જાઉં છું’ કહી આપઘાત કર્યો હતો. આ અંગેની જાણ મૃતક યુવતીના પિતા ઉમેશભાઈ રામજીભાઈ વેગડાએ કરતા સી ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ વિપુલ ડાંગરે દોડી જઇ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
લક્ષ્મીબેન વેગડાના આપઘાત પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. મૃતકના પિતા ઉમેશભાઈ રામજીભાઈ વેગડાનું નિવેદન લેવામાં આવ્યું છે. જે પણ દીકરીની આત્મહત્યા પાછળ અગમ્ય કારણ જણાવવામાં આવ્યું છે. યુવતીએ બનાવેલ વીડિયો તેના મોબાઈલ ફોનમાંથી મળી આવ્યો છે. વધુ તપાસ પીઆઇ વી. જે. સાવજ ચલાવી રહ્યા છે.
આપઘાત પેહલા યુવતીએ વીડિયોમાં શું કહ્યું ’મમ્મી તને પણ ખબર છે મારે ઘણા પ્રોબ્લેમ છે હું મારા પગ પર ક્યારેય ઉભી થઈ શકી નહીં, આવી રીતે ક્યાંક મને કોઈ પાત્ર મળી ગયું તો મારે પણ તારી જેમ હેરાન થવું પડશે. એટલે હું અત્યારે આવી રીતે પગલું ભરૂ છું, જેથી આખી જિંદગી મારે કોઈ ઉપાદી જ નહીં. હું દુ:ખ નહીં જોઈ શકું, હું અત્યારે પણ નથી જોઈ શકતી. હું બધામાં કેટલી નબળી પડું છું. મને ક્યારેક ક્યારેક ડર લાગે છે, કે શું થશે મારું ?”, મમ્મી તું ભાવિન ભેગી રહેજે અને ભાવિન તું મમ્મીનું સારી રીતે ધ્યાન રાખજે, મમ્મી તારા માટે જ જીવે છે. આપણે બંનેએ કેટલું બધું કર્યું તે તને ખબર જ છે. રામભાઈ કેવા સારા છે તે તને બેન સમજે છે તેણે કેટલો સાથ દીધો છે એટલો સાથ કોઈએ દીધો નથી. આપણું ઘર બાંધવા માટે આપણને કેટલા સમજાવ્યાં, રામભાઈ સારા છે એટલે મમ્મી તું દુ:ખી ન થતી. હું જે કરું છું એ મારા માટે કરું છું. કાલ સવારે તમને કોઈ હેરાન ન કરે, હું ઘણી નબળી છું મને ખુદને એમ થાય છે કે હું આગળ ભણી નથી શકવાની, હું ખોટી હેરાન થાય માટે હું આ બધું કરું છું. ’આ જિંદગીથી મને કંટાળો આવે છે એટલે હું આ બધું કરું છું’.