મંત્રી બાવળિયાના હસ્તે રૂ. ૧૭.૫૦ લાખના ખર્ચે બનેલા હિંગોળગઢ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું.
રાજકોટ તા. ૨૦ ઓગસ્ટ – રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિંછીયા તાલુકાના હિંગોળગઢ ગામે રૂ. ૧૭.૫૦ લાખના ખર્ચે બનેલા પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.

- Advertisement -
આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તરે આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થવાથી ગ્રામ્ય નાગરિકોને સુખાકારીમાં વધારો થશે. વિછીયા તાલુકાના ૪૬ ગામોમાંથી ૩૬ ગામોમાં આધુનિક સુવિધા સભર આરોગ્ય કેન્દ્ર હોવાનો સગૌરવ ઉલ્લેખ કરતા મંત્રી બાવળિયાએ છેવાડાના વિસ્તારોનો વિકાસ કરવાની રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. હિંગોળગઢ ખાતે કાર્યરત ગુજરાતના એક માત્ર અશ્વ ઉછેર કેન્દ્રનો ક્રમશઃ વિકાસ કરવા મંત્રી બાવળિયાએ ખાતરી આપી હતી. અને આજે શરૂ થયેલા પેટા આરોગ્ય કેન્દ્રના પટાંગણમાં વધુને વધુ વૃક્ષો વાવવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

મંત્રી બાવળિયાએ રીબીન કાપી હિંગોળગઢ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. અને સમગ્ર પરિસરની મુલાકાત લીધી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજા ખાંભલાએ સ્વાગત પ્રવચનમાં આજે શરૂ થયેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની વિગતો આપી હતી. અગ્રણી અશ્વિનભાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
- Advertisement -
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નાથાભાઇ, તાલુકા પંચાયતના સભ્ય જીવાભાઇ, એપિડેમિક ઓફિસર ડો.એન. એમ. રાઠોડ, મેડિકલ ઓફિસર ડો. દિપક ચંદ્રપાલ, આયુષ ઓફિસર ડો. વર્ષા બામણીયા, સુપરવાઇઝર કે.જે. સોલંકી , હેડ નર્સ કાજલબેન રાઠોડ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, અગ્રણી નીતિનભાઈ રોજાસરા, લાલભાઈ ગઢવી, અશોકભાઇ માલકીયા, કિરણભાઈ માંડાણી, સ્થાનિક આગેવાનો તથા ગ્રામ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



