ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી પાસે રાજકોટ તરફ ભારત પેટ્રોલ પંપની સામે ઓટો મોબાઇલ્સની બાજુમાં પડતર જગ્યામાં બિનવારસુ ટ્રક પડ્યો હોવાની બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે.પટેલની ટીમે રેઇડ પાડી જી.જે.10 એકસ 9314 નંબરના ખુલ્લા ટ્રકને ચેક કરતા પ્લાસ્ટિકની ખાલી બોટલો ભરેલ કાળા કલરના પ્લાસ્ટિકના કોથળા ઉંચકાવતા 5-5 લીટર દેશી દારૂના બુંગીયા જોવામાં આવ્યા હતા. આથી ટ્રકને એલસીબી કચેરીએ લાવી રૂા.3.36 લાખનો 1780 લીટર દેશી દારૂ અને ટ્રક મળી કુલ રૂપિયા 6.36 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વાહન ચાલક વિરૂઘ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. વધુ તપાસ ઇન્ચાર્જ તાલુકા પીઆઇ ડી.કે.સરવૈયાએ હાથ ધરી હતી.
જૂનાગઢમાં LCBએ 1780 લિટર દેશી દારૂ ભરેલાં વાહન સાથે રૂ.6.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
