વ્યવસાયની સાથે રાજકોટવાસીઓને વરદાનરૂપે ‘ધ ગેલેક્સી ગાર્ડન’ની સુવિધા આપતાં લાડાણી એસોસિએટ
કોર્પોરેશન સાથે પીપીપીના ધોરણે એમઓયુ કરી બગીચાનો વિકાસ કરતાં દિલીપ લાડાણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
રંગીલા રાજકોટમાં આધુનિક સુવિધાઓની સાથે બાગ-બગીચા પણ જનતાને મળી રહ્યા છે અને એ પણ ઘરઆંગણે જ. લોકોને ઘરઆંગણે જ હરવા-ફરવાની સુવિધા મળે તે માટે વૃક્ષો અને બાગ-બગીચાઓ બનાવવામાં આવી રહ્યા છે. રાજકોટના વિકાસમાં આર.એમ.સી.ની સાથેસાથે રાજકોટના લાડાણી એસોસિએટના દિલીપ લાડાણીનો પણ એટલો જ સહયોગ રહ્યો છે. લાડાણી ગ્રુપના દિલીપ લાડાણીની વાત કરવામાં આવે તો તેમણે માત્ર પોતાના વ્યવસાયને જ નહીં પરંતુ રાજકોટના લોકો માટે સામાજિક અને નૈતિક જવાબદારી પૂરી કરી છે.
લાડાણી એસો.એ કોર્પોરેશન સાથે પીપીપીના ધોરણે બગીચાના વિકાસ માટે એમઓયુ કર્યાં હતા જેના ફળસ્વરૂપે આજે મવડીમાં ઘરઆંગણે જ આર.એમ.સી.નું ધ ગેલેકસી ગાર્ડન બનાવવામાં આવ્યું છે જેનો લાભ આસપાસના લોકો મોટી સંખ્યામાં લઈ રહ્યા છે. આવનારા દિવસોમાં પણ પોતાની નૈતિક જવાબદારી સમજીને આવા અનેક ગાર્ડનો બનાવવાની ઈચ્છા દિલીપ લાડાણીએ દર્શાવી હતી. મવડીમાં આવેલ ધ ગેલેક્સી ગાર્ડન આરએમસીનો ટાઈમ સવારે 6થી 10 અને સાંજે 4થી 9 છે જેનો મોટી સંખ્યામાં આસપાસના લોકો લાભ લઈ રહ્યા છે. સાથોસાથ નાના બાળકો માટે પણ રમત-ગમતના સાધનો મૂકવામાં આવ્યા છે. સાથે જ ગાર્ડનમાં સ્વચ્છતાનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે. રાજકોટવાસીઓની સુખ અને સુવિધાઓ પૂરી પાડવા લાડાણી એસોસિએટ હંમેશાં અગ્રેસર રહ્યું છે. લાડાણી એસોસિએટ દ્વારા આર.એમ.સી.ના ગાર્ડનને પી.પી.પી. અંતર્ગત સ્વખર્ચે ગાર્ડન બનાવવામાં આવ્યા છે. જેનો લાભ આસપાસના સિનિયર સિટીઝનો પણ લઈ રહ્યા છે. આ ગાર્ડનમાં પ્લે એરિયા, મેડિટેશન એરિયા સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેવું અંતમાં દિલીપ લાડાણીએ ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
મવડી વિસ્તારનું ગોલ્ડન ગાર્ડન છે: મનસુખ ભેંસાણીયા
- Advertisement -
મવડી વિસ્તારમાં ગાર્ડનની તદ્દન નજીક રહેતાં 74 વર્ષના મનસુખભાઈ ભેંસાણીયાએ જણાવ્યું કે આ ગાર્ડન એ અમારા માટે ગોલ્ડન ગાર્ડન છે. હું અને મારા પત્ની દરરોજ સવારે અહીં વોક કરવા આવીએ છીએ અને અહીં સ્વચ્છ ઓક્સિજન મળે છે, જેના કારણે અમારું સ્વાસ્થ્ય તો સારું રહે જ છે પણ સાથેસાથે અમારું મન પણ પ્રફુલ્લિત રહે છે. આ ગાર્ડન વરદાનરૂપ સાબિત થયું છે. સાથે જ આ ગાર્ડનમાં સ્વચ્છતા જાળવવા લાડાણી ગ્રુપ કોઈ કસર છોડતું નથી. બાળકો પણ અહીં રમતગમત કરવા આવે છે. આમ આવા ગાર્ડન તમામ વિસ્તારોમાં હોવા જોઈએ.
ઘરઆંગણે જ ગંગા છે: પી. એસ. તલાવિયા
મવડીમાં આવેલું ‘ધ ગેલેકસી ગાર્ડન’ આર.એમ.સી.ની સુવિધાનો દરરોજ લાભ લેતાં રિટાયર્ડ પી. એસ. તલાવિયા કે જેમની ઉંમર 69 વર્ષ છે, તેમણે જણાવ્યું કે ઘર પાસે જ ગાર્ડન બનાવવામાં આવતા અમે દરરોજ અહીં સવાર-સાંજ કસરત, વોકિંગ અને ખુલ્લી હવા લેવા આવીએ છીએ અને આ માત્ર ગાર્ડન જ નહીં પરંતુ ઓક્સિજન ગાર્ડન છે. આ ગાર્ડનમાં અનેક કસરતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે જેનો લાભ લઈ રહ્યા છીએ.



