ધારાસભ્ય કાંઘલ જાડેજાએ સિંચાઈ વિભાગને રૂ.46,400 ચુકવતા ખેડૂતોમાં આનંદ લાગણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે ઘારાસભ્ય કાંઘલ જાડેજાની રજુઆતથી આજ રોજ પાણી છોડવામાં આવ્યું છે. જેનો માણાવદર અને કુતીયાણા પંથકના 12 થી વઘુ ગામોના ખેડુતોએ વાવણી કરેલ ચણા જેવા રવિ પાકોને ફાયદો થશે અને તેનો લાભ ખેડુત વર્ગને થશે તેમ ખેડુત આગેવાનો જણાવી રહયા છે.
- Advertisement -
જુનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે પાણી છોડવા માટે ઘારાસભ્ય કાંઘલભાઇ જાડેજા દ્રારા રજુઆત કરી હોવાની સાથે ડેમમાંથી પાણી છોડવા માટે નિયમોનુસાર થતી ખર્ચની રૂ.46.400 રકમનું ચુકવણું પણ ઘારાસભ્યએ કરેલ હતુ. જેના પગલે આજરોજ બાંટવા ખારા ડેમમાંથી 2 દરવાજા 0.30 મીટર ખોલીને 20એમસીએફટી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાના કારણે માણાવદર તાલુકાના કોડવાવ, એકલેરા, ભલગામ, થાપલા ,સમેગા તેમજ કુતિયાણા તાલુકાના રેવદ્રા, મૈયારી, ધરસન, તરખાઈ,ગરેજ જેવા બાર થી વઘુ ગામોમાં ખેડુતોએ અંદાજે 600 હેકટર જમીનમાં વાવણી કરેલ ચણા સહિતના રવિ પાકોને ફાયદો થશે. જેથી આજે પાણી છોડવાની શરૂઆત થયેલ ત્યારે ગામના સરપંચો અને ખેડુતોએ સિંચાઇ માટે છોડાયેલા નવા નીરને ડેમ સાઇટ પર વધાવયા હતા. આ તકે જણાવેલ કે, ખેડુતોના હિતમાં સાચા લોકપ્રતિનિઘિ તરીકેની ફરજ કુતીયાણાના અમારા ઘારાસભ્ય કાંઘલ જાડેજાએ નિભાવી છે.



