મત્સ્યઉદ્યોગ નિયમોનુસાર માછીમારી ન થતી હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી
મરિન પોલીસ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગમાં 18 બોટ સંચાલક સામે કાર્યવાહી કરાઇ
- Advertisement -
પોલીસ દ્વારા 12 થી 31 ડિસેમ્બર સુધી ડ્રાઇવનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
ગીર સોમનાથનાં દરિયામાં ગેરકાયદેસર માછીમારી કરતા 18 માછીમારો અને બોટ સંચાલકો વિરુદ્ધ મરીન પોલીસ અને SOG એ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં માછીમારી લાયસન્સ, બોટ રજીસ્ટ્રેશન,ઓનલાઇન ટોકન તથા મત્સ્યોદ્યોગ અધિનિયમ મુજબ સમગ્ર જિલ્લામાં બોટોની ચકાસણી હાથ ધરવામાં છે.
જેમાં મત્સ્યોદ્યોગ અધિનિયમનો ભંગ કરતા 18 જેટલા માછીમારો, બોટ માલિકો વિરૂદ્ધ રશતવયશિતવ ફભિં હેઠળ અલગ અલગ 15 ગુનાઓ નોંધીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.



